રિવીલિંગ બ્રાલેટ પહેરી બિગબોસ વાળી નેહા ભસીન નીકળી ડિનર ડેટ પર, યુઝર્સ બોલ્યા- ઉર્ફીની બહેન છે શું ?

બિગબોસ ફેમ અને ફેમસ સિંગર નેહા ભસીન તેની સિંગિંગની સાથે તેની બોલ્ડ ફેશન સેન્સ માટે પણ જાણીતી છે. બિગબોસમાં પણ નેહા ભસીને પોતાની સિઝલિંગ ફેશન સેન્સથી ચાહકોને પ્રભાવિત કર્યા હતા. પરંતુ હવે નેહા ભસીને એવો રિવીલિંગ આઉટફિટ પહેર્યો છે કે તેની સરખામણી ઉર્ફી જાવેદ સાથે કરવામાં આવી રહી છે. નેહા ભસીન હાલમાં જ બિગબોસ 15માંથી એલિમિનેટ થયેલા કંંટેસ્ટેંટ રાજીવ અદાતિયા સાથે ડિનર ડેટ પર જોવા મળી હતી. રાજીવ સાથેની આઉટિંગ માટે નેહાએ ખૂબ જ બોલ્ડ આઉટફિટ પસંદ કર્યો હતો.

નેહા ભસીનને આવા રિવીલિંગ આઉટફિટમાં જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ઘણા ગુસ્સે ભરાઇ ગયા હતા. ઘણા લોકો નેહા ભસીનને ઉર્ફીની બહેન કહી રહ્યા છે. નેહા રેસ્ટોરન્ટમાં પહોંચી કે તરત જ તેને પેપરાજીઓ પોતાના કેમેરામાં કેદ કરવા માટે લાગી ગયા. હાલ નેહાની આ દરમિયાનની તસવીરો અને વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by CineRiser (@cineriserofficial)

રાજીવ અદાતિયા બિગબોસમાંથી બહાર આવતાની સાથે જ નેહા સાથે ડિનર ડેટ પર ગયો હતો. જ્યાં નેહા ભસીન એટલો બોલ્ડ ડ્રેસ પહેરીને પહોંચી કે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. જે વીડિયો સામે આવ્યો છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે નેહા ભસીને ટોપ સાથે બ્રા નથી પહેરી. નેહા આ ખૂબ જ બોલ્ડ ટોપ સાથે સ્પાર્કલિંગ બ્લુ સ્કર્ટ પહેરેલી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Telly.bolly (@telly.bollyspynews)

નેહા કેમેરાની સામે આવતાની સાથે જ લોકોની નજર તેના રિવીલિંગ ટોપ પર અટકી ગઈ હતી. વીડિયોમાં નેહા ભસીન કારમાંથી નીચે ઉતરતી જોવા મળી હતી. કારમાંથી નીચે ઉતરતાની સાથે જ તેણે પહેલા પેપરાજીઓને પોઝ આપ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Buzz (@cricbollybuzz)

આ પછી તે રાજીવને મળી અને તેની સાથે પણ તસવીરો ક્લિક કરાવી. નેહા ભસીન ‘બિગ બોસ ઓટીટી’માં પણ જોવા મળી હતી. આ શોમાં, ગેમ પ્લાન સિવાય નેહા તેના બોલ્ડ આઉટફિટ અને પ્રતિક સહજપાલ સાથેની તેની નિકટતાને કારણે ચર્ચામાં આવી હતી.

સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ નેહા અને રાજીવનો વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જ્યારે કેટલાક લોકોએ નેહા ભસીનની પ્રશંસા કરી છે તો કેટલાક લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. એકે લખ્યું કે ‘ઉર્ફી જાવેદની મોટી બહેન છે શું’.

 

View this post on Instagram

 

A post shared by Filmymantra Media (@filmymantramedia)

તમને જણાવી દઈએ કે ઉર્ફી ‘બિગ બોસ ઓટીટી’નો પણ ભાગ રહી ચુકી છે અને તેના ડ્રેસિંગના કારણે તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. જ્યારે એકે લખ્યું કે ‘શું આ લોકોને ઠંડી નથી લાગતી’ તો બીજાએ કમેન્ટ કરી કે ‘આના ડ્રેસને શું થયું’ તો કોઈએ રમુજી કોમેન્ટ કરી લખ્યુ કે ‘આ લોકો કોણ છે ભાઈ.. એહ રાજુ મેરા ચશ્મા તો લા રે બાબા’.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina