તુર્કીથી ભારત પરત ફરી NDRFની ટીમ, જણાવ્યુ- કેવી રીતે હાડકા થીજવી દે તેવી ઠંડીમાં ચલાવ્યુ રેસ્કયુ ઓપરેશન
ભૂકંપગ્રસ્ત તુર્કીમાં 10 દિવસની લાંબી રાહત અને બચાવ કામગીરી બાદ 47 સભ્યોની NDRF ટીમ ડોગ સ્ક્વોડના સભ્યો રેમ્બો અને હની સાથે 17 ફેબ્રુઆરી શુક્રવારે ભારત પરત ફરી હતી. ભારતે શક્તિશાળી ભૂકંપથી પ્રભાવિત તુર્કને તરત માનવીય મદદ મોકલી હતી. ઓપરેશન દોસ્ત હેઠળ NDRFની ટીમના 50થી વધારે સભ્યો સાથે ખાસ રીતે ટ્રેઇન ડોગ સ્કવોડ ભારતીય વાયુસેનાના સી17 વિમાનથી તુર્કી પહોંચ્યા હતા.
તેમની સાથે જરૂરી ઉપકરણ સહિત તબીબી પુરવઠો, ડ્રિલિંગ મશીનો અને સહાયના પ્રયાસો સહિતના આવશ્યક સાધનો સાથે અન્ય સાધનો પણ મોકલવામાં આવ્યા હતા.ભયંકર ભૂકંપની ઝપેટમાં આવેલા તુર્કીમાં ભારતીય મિશન ઓપરેશન દોસ્તથી લોકો પ્રભાવિત થયા હતા, પરંતુ લોકોએ ડોગ સ્કવોડના મૌન સભ્યો પર જે પ્રેમ વરસાવ્યો તે અદ્ભુત હતો.
જ્યારે આ ડોગ સ્ક્વોડ તુર્કીથી પરત ફરી ત્યારે ત્યાંના લોકોએ NDRFની ટીમ અને તેમના માટે તાળીઓ પાડી હતી. આ દુઃખ અને પીડામાં મદદ કરવા બદલ મિત્રોનો આભાર માન્યો. NDRF કામગીરીમાં સામેલ લેબ્રાડોર જાતિના ડોગ સ્ક્વોડ આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી દરમિયાન સૂંઘવા અને અન્ય મહત્વપૂર્ણ કૌશલ્યોમાં નિષ્ણાત છે.ભૂકંપગ્રસ્ત તુર્કી માટે ભારતનું ઓપરેશન દોસ્ત ખૂબ જ અસરકારક માનવતાવાદી સહાય સાબિત થયું છે.
ભારતે ત્યાં સૌથી પહેલા મદદ કરી હતી અને ટીમ સૌથી વધુ સમય ત્યાં રહી હતી. આ ટીમની ડોગ સ્કવોડે ત્યાં કાટમાળ નીચે દટાયેલા બાળકો અને લોકોના જીવ બચાવીને દુષ્ટ દુનિયાના દિલ જીતી લીધા હતા. ડોગ સ્કવોડના સભ્યો રેમ્બો અને હનીનું ભારત આવ્યા બાદ પણ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.NDRFના સભ્યો સાથે તેમને પણ ફૂલોનો હાર પહેરાવવામાં આવ્યો હતો.
જણાવી દઇએ કે, તુર્કીમાં ભૂકંપથી અત્યાર સુધીમાં 41 હજાર લોકોના મોત થયા છે. કાટમાળમાંથી મૃતદેહો કાઢવાની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. ભારતે પણ તેના ઓપરેશન દોસ્ત હેઠળ તુર્કીને શક્ય તમામ મદદ કરી હતી. ગાઝિયાબાદથી ગયેલી NDRFની ટીમ પરત આવી અને તેમનું પુષ્પહાર કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે તેની તબિયતની પણ તપાસ કરવામાં આવી હતી.
View this post on Instagram
ટીમના સભ્યોએ જણાવ્યું હતું કે તુર્કીની અંદર માઈનસ તાપમાન હતું, એવામાં રેસ્કયુ ઓપરેશન ખૂબ મુશ્કેલ હતું. આમ છતાં NDRFની ટીમે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. એનડીઆરએફ ડોગ સ્ક્વોડ ટીમ પણ તુર્કી પહોંચી હતી, જેમાં ગાઝિયાબાદ એનડીઆરએફના બે સ્નિફર ડોગ હતા. જેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી.