તાલિબાનીઓએ 15 લોકોનું ખાવાનું માંગ્યું, માતાએ ગરીબીની વાત કરી તો લોકોએ મારી મારી…

તાલિબાનીઓ દ્વારા અફઘાનિસ્તાન ઉપર કબ્જો મેળવી લીધા બાદ ત્યાંની હાલત સતત ખરાબ થઇ રહી છે. ખાસ કરીને મહિલાઓ તાલિબાનીઓની બર્બરતાનો શિકાર બની રહી છે. ત્યારે આ બધા વચ્ચે જ એક મહિલાએ પોતાની આપવીતી જણાવી છે, જે સાંભળીને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય.

ઉત્તરી અફઘાનિસ્તાનની રહેવા વળી નાજિયા સાથે કેટલાક તાલિબાની આતંકવાદીઓએ જે કર્યું તે તેમના વાયદા અને દાવાથી એકદમ ઊંધું છે. નાજિયા હવે આ દુનિયામાં નથી રહી. પરંતુ આજે તેમની દીકરી મીનજા તે ભયાનક ઘટનાનો ઉલ્લેખ કરે છે ત્યારે રૂંવાડા ઉભા થઇ જાય છે.

આ ઘટના 12 જુલાઈના રોજ અફઘાનિસ્તાનના ફરયાબ પ્રાંતની છે. નાજિયા સાથે જે પણ કઈ થયું તેની સાક્ષી તેની દીકરી મનીજા છે. મનીજા જણાવે છે કે તેની માતા તેના ત્રણ બાળકો સાથે અફઘાનિસ્તાનના એક નાના એવા ગામની અંદર રહેતી હતી. તાલિબાની લડાકુઓ તેમના ગામમાં આવ્યા અને તેના ઘરનો દરવાજો ખખડાવવા લાગ્યા અને લગભગ 15 લોકો માટે ખાવાની માંગણી કરી.

નાજિયાએ જયારે કહ્યું કે તે ખુબ જ ગરીબ છે અને તે ખાવાનું ક્યાંથી બનાવી શકશે, ત્યારે છોકરાઓએ તેને મારવાનું શરૂ કર્યું. મનીજા કહેતી રહી કે તેની માતાને ના મારશો, જેના બાદ થોડી વાર માટે તે રોકાય અને પછી ગ્રેન્ડ ફેંક્યો. જેના કારણે નાજિયાનું મોત થઇ ગયું હતું.

17 ઓગસ્ટના રોજ તાલિબાન દ્વારા પ્રેસ કોન્ફ્રન્સ કરવામાં આવી. જેમાં તાલિબાન દ્વારા કહેવામાં આવ્યું કે તાલિબાનના સાશનમાં મહિલાઓને ભણાવવાની આઝાદી આપવામાં આવશે. સ્કૂલ કોલેજ ખોલવામાં આવશે. એ પણ કહ્યું હતું કે શિક્ષિકાના રૂપમાં મહિલાઓ કામ કરી શકશે. પરંતુ જયારે ખરી હકીકતો સામે આવે છે ત્યારે આ બધા જ દાવા પોકળ દેખાઈ રહ્યા છે.

Niraj Patel