વાહ…સુરતના 7 પાસ નટુકાકાએ તો મોટા મોટા એન્જીનિયરને પણ શરમાવી દીધા, હોલીવુડને પણ ટક્કર મારે એવું બાઈક બનાવ્યું, વીડિયોએ મચાવી ધમાલ, જુઓ

બાળકોને રિંગથી રમતા રમતા જોઈને નટુકાકાને આવ્યો અનોખી બાઈક બનવાનો વિચાર, ભંગારમાંથી સામાન ખરીદ્યો અને બનાવી દીધી જબરદસ્ત બાઈક, જુઓ વીડિયો

Natu Kaka Made A Electric Ring Bike : આપણા દેશના લોકોમાં ટેલેન્ટની કોઈ કમી નથી. ઘણીવાર ઓછું ભણેલા લોકો પણ એવી એવી વસ્તુઓ બનાવી દેતા હોય છે કે તેને જોઈને ભણેલા ગણેલાઓનું દિમાગ પણ ચકરાવે ચઢી જાય. સોશિયલ મીડિયામાં આવા ઘણા લોકોના વીડિયો પણ વાયરલ થતા હોય છે. ઘણા લોકો દેશી જુગાડ દ્વારા અવનવી વસ્તુઓ બનાવતા હોય છે. ત્યારે હાલ સુરતમાં 7 ધોરણ સુધીનો અભ્યાસ કરેલા નટુકાકાના જુગાડનો એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેમને પોતાની બાઈકથી લોકોના હોશ ઉડવી દીધા છે.

હોલીવુડની ફિલ્મોને ટક્કર મારે એવી બાઈક :

નટુકાકાએ પોતાની બુદ્ધિથી એવી ઇલેક્ટ્રિક રિંગ બાઈક બનાવી છે કે તે હોલીવુડ ફિલ્મોમાં બતાવવામાં આવતી બાઈકોને પણ ટક્કર મારી દે. જયારે નટુકાકા આ બાઈક લઈને સુરતના રસ્તા પર નીકળે છે ત્યારે લોકો પણ તેમને જોતા રહી જાય છે. નટુકાકાએ આ બાઈક ભંગારમાંથી એક એક પાર્ટ્સ ભેગા કરીને બનાવી છે. આ બાઈક 30-35ની સ્પીડ પર રસ્તા પર દોડે છે અને એવરેજ પણ ખુબ જ સારી આપી છે. આ બાઈકને એવી રીતે શણગારવામાં આવી છે કે તેના પરથી નજર હટાવવી પણ મુશ્કેલ બની જાય.

7મુ પાસ છે નટુકાકા :

નટુકાકાએ 7 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે અને તેઓ સુરતના અઠવા વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહે છે. તેમની ઉંમર હાલ 64 વર્ષની છે અને તેમના સંતાનોના ઘરે પણ સંતાનો આવી ગયા છે. તેઓ છેલ્લા 42 વર્ષીથી શ્રી કૃષ્ણના નામથી ઓટો ગેરેજ ચલાવી રહ્યા છે. ત્યારે તેમને નાનપણથી જ કંઈક અલગ અને અનોખું કરવાની ઈચ્છા હતી. તેમને અત્યાર સુધીમાં નોર્મલ સાઇકલને બેટરી સાઇકલ, એક્ટિવ ટુ ઈન વન, બાઈક ટુ ઈન વન બનાવી છે. પરંતુ હજુ તેમની ઈચ્છા તો કંઈક વધુ અનોખું કરવાની હતી.

બાળકોને રિંગથી રમતા જોઈને આવ્યો વિચાર :

ત્યારે તેમને ઘરમાં બાળકોને રિંગથી રમતા જોઈને આવી રિંગ બાઈક બનાવવાનો વિચાર આવ્યો. તેમને કોઈપણ જાતની ટ્રેનિંગ કે કોર્સ કર્યો નહોતો અને પછી આ બાઈક બનાવવા માટે તેમને ભંગારમાંથી સામાન ભેગો કર્યો. 4 મહિનાની સતત મહેનત બાદ તેમને પોતાનું સપનું પૂર્ણ કરી બતાવ્યું અને આ અનોખી બાઈક પણ બનાવી. આ બાઈક બનાવવા માટે તેમને 80થી 85 હજારનો ખર્ચ થયો છે અને હજુ પણ તેને શણગારવારમાં 5થી 10 હજારનો ખર્ચ થવાની સંભાવના છે.

 

View this post on Instagram

 

A post shared by Rupesh Sonwane (@rupesh_sonwane)

Niraj Patel