જે નેશનલ શુટરને અભિનેતા સોનુ સુદે ભેટ કરી હતી અઢી લાખની જર્મન રાઇફલ, તે શૂટરે કરી લીધો આપઘાત, અમદાવાદમાં થઈ હતી છેડતી?

દેશભરમાં આપઘાતના કિસ્સાઓનું પ્રમાણ વધ્યું છે, ઘણા લોકો પોતાના જીવનથી કંટાળીને આપઘાત કરી લેતા હોય છે, ઘણા લોકો કોઈ એવા કારણોના લીધે આપઘાત કરી લે છે જેનો ખુલાસો થતા કોઈ પણ હેરાન રહી જતું હોય છે, ત્યારે હાલ એવી જ એક ખબર સામે આવી રહી છે જેમાં એક નેશનલ શૂટર દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ધનબાદની નેશનલ શૂટર કોનિકા લાયકે ગળે ટુંપો ખાઈને આપઘાત કરી લીધો છે. 26 વર્ષીય કોનિકા કોલકાત્તામાં રહીને કેમ્પમાં તાલીમ લઇ રહી હતી. તેના પહેલા કોનિકા ઓક્ટોબર મહિનામાં અમદાવાદમાં તાલીમ લેવા ગઈ હતી. જ્યાં તેની સાથે શૂટિંગ દરમિયાન છેડતી થઇ હોય એમ મામલો સામે આવ્યો હતો.

જેના કારણે હવે પોલીસ તે એન્ગલથી તપાસ કરી રહી છે કે કોઈ વિવાદ આપઘાતનું કારણ તો નથી બન્યો ને. તમને જણાવી દઈએ કે કોનિકાને અભિનેતા સોનુ સુદે અઢી લાખ રૂપિયાની જર્મન રાઇફલ પણ ભેટમાં આપી હતી. શૂટર કોનિકા ગયા વર્ષથી પૂર્વ નેશનલ પ્લેયર પ્રભાકરના કોલકાત્તા ઉત્તરપાડા સ્થિત કેમ્પમાં ટ્રેનિંગ લઇ રહી હતી.

આ વચ્ચે જે તે ગુજરાતમાં ટ્રેનિંગ લેવા માટે ગઈ હતી. જે દરમિયાન છેડતીની વાત સામે આવી હતી. પોલીસ તપાસ કરી રહી છે કે આ કેસને લઈને કોનિકા ઉપર કોઈ દબાણ હતું કે નહીં. પોલીસને એ પણ માલુમ પડ્યું છે કે કોચની સાથે કોનિકાના સંબંધો સારા નહોતા. જેના કારણે પોલીસ કોચ સાથે પણ પુછપરછ કરી શકે છે.

આ ઘટના અંગેની જાણકારી કોનિકાના પિતા પાર્થો લાયકને આપવામાં આવી. તેમને જણાવવામાં આવ્યું કે તેમની દીકરી હોસ્પિટલમાં ભરતી છે. પરંતુ કોનિકાના નિધન બાદ પરિવારમાં શોકનો માહોલ ફરી વળ્યો. કોનિકાની આર્થિક સ્થિતિ સારી નહોતી જેના કારણે તે તેના મિત્રો પાસેથી રાઇફલ ઉછીની માંગી અને ટુર્નામેન્ટ રમવા જતી હતી.

એટલું જ નહિ કોનિકાએ રાઇફલ માટે અભિનેતા સોનુ સુદને ટ્વીટ કરીને કહ્યું હતું. જેના બાદ સોનુ સુદે કોનિકા માટે અઢી લાખની જર્મન રાઇફલ પણ સોનુ સુદે મોકલી હતી. 10 માર્ચના રોજ સોનુ સુદે કોનિકાને રાઇફલ આપવાનો વાયદો કર્યો હતો. કોનિકાએ કહ્યું હતું કે સોનુ સુદે વીડિયો કોલ કરીને તેની સાથે વાત પણ કરી હતી.

Niraj Patel