ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી 5 ટી-20 મેચની શૃંખલા ભારત 2-3થી જીતી ગયું છે. પરંતુ આ ટી-20 સિરીઝની ચોથી મેચની અંદર એમ્પાયરના સોફ્ટ સિગ્નલને લઈને પણ કેટલાક વિવાદો થયા હતા.
આ વિવાદોને લઈને સોશિયલ મીડિયા ઉપર ઘણા લોકોએ મીમ પણ બનાવ્યા ને ભારતના પૂર્વ ક્રિકેટરો દ્વારા પણ ટિપ્પણી કરવામાં આવી હતી. હવે આ બાબતે ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાની પત્નીએ પણ પોતાની સ્ટોરીમાં એક તસ્વીર શેર કરી છે.
નતાશાએ આ તસવીર શેર કરવાની સાથે જ સુર્યકુમાર યાદવની પત્ની દેવીશા શેટ્ટીને પણ ટ્રોલ કરી છે. આ તસ્વીરમાં સૂર્યકુમાર યાદવની પત્ની દેવીશા સ્ટેન્ડમાંથી હાથમાં દૂરબીન લઈને કંઈક જોતી નજર આવી રહી છે.
નતાશાએ આ તસ્વીર શેર કરવાની સાથે લખ્યું છે, “દેવીશા શેટ્ટી થર્ડ એમ્પાયરની શોધમાં.” કારણ કે મેચ દરમિયાન સૌથી પહેલા સુર્યકુમાર યાદવ એમ્પાયરના સોફ્ટ સિગ્નલના કારણે આઉટ થયો હતો.
સૈમ કરનના બોલ ઉપર સૂર્યકુમારે હવામાં શોટ માર્યો હતો અને ડેવિડ મલાન દ્વારા કેચ પકડવાનો દાવો કરવામાં આવ્યો હતો. ઓન ફિલ્ડ એમ્પાયર દ્વારા સોફ્ટ સિગ્નલ આઉટ આપવામાં આવ્યો હતો અને થર્ડ એમ્પાયર પાસે નિર્ણય જતા તેમને પણ સુર્યકુમાર યાદવને આઉટ આપ્યો હતો.
તો રીપ્લાયમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે બોલ જમીન ઉપર અડી ચુક્યો છે. પરંતુ નિર્ણય સુર્યકુમાર યાદવ વિરુદ્ધ ગયો અને તેને આઉટ આપવામાં આવ્યો.