વાહ…દુનિયાના સૌથી પોપ્યુલર લીડર બન્યા PM નરેન્દ્ર મોદી, બાઇડેન અને જોનસનને પણ પછાડી દીધા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાા દેશ જ નહિ પરંતુ વૈશ્વિક સ્તર પર પણ ઘણી વધી રહી છે. ડેટા ફર્મ મોર્નિંગ કંસલ્ટના સર્વેમાં નરેન્દ્ર મોદી અપ્રુવલ રેટિંગમાં સોથી આગળ છે. સર્વેમાં પીએમ મોદીએ જો બાઇડેન અને બ્રિટેનના પીએમ સહિત દુનિયાના 13 દિગ્ગજ રાષ્ટ્રપ્રમુખને પાછળ છોડી દીધા છે.

દુનિયાભરના નેતાઓની લોકપ્રિયતા પર કરવામાં આવેલ સર્વેમાં પીએમ નરેન્દ્ર મોદી સૌથી પોપ્યુવર લીડર આંકવામાં આવ્યા છે. તેમને સર્વેમાં સામેલ 70 ટકા લોકોએ પસંદ કર્યા છે. તે લોકપ્રિયતાના મામલે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન અને બ્રિટેનના પીએમ બોરિસ જોનસનથી પણ અવ્વલ સાબિત થયા છે.

મોર્નિંગ કંસલ્ટનાા સર્વેમાં પીએમ મોદીની અપ્રુવલ રેટિંગ સૌથી વધુ 70 ટકા  છે. સર્વેમાં બીજા નંબર પર મેક્સિકો રાષ્ટ્રપતિ લોપેજ ઓબરાડોર અને ત્રીજા નંબર પર ઇટલીના પીએમ દ્રાગી છે. જર્મનીની ચાંસલર એંગલા મર્કેલ ચોથા નંબર પર છે અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન પાંચમા સ્થાન પર છે.

સર્વે અનુસાર પીએમની સૌથી અધિક લોકપ્રિયતા મે 2020માં હતી. તે દરમિયાન દેશમાં કોરોના મહામારીનો કહેર શરૂ થયો હતો અને ત્યારે પીએમ મોદીએ લોકડાઉન સહિત અનેક પગલા ઉઠાવ્યા હતા. આ પગલામાં જનતાએ સરકારનો સાથ આપ્યો હતો, જેને કારણે તેમની લોકપ્રિયતાની રેટિંગ 84 ટકા સુધી પહોંચી ગઇ હતી.

Shah Jina