ઉદ્દઘાટન પછી PM મોદીને ટનલમાં કચરો દેખાયો, જુઓ PMએ આગળ શું કર્યું

PM Narendra Modi એ આજે નવી દિલ્હીમાં પ્રગિત મેદાનમાં Pragati Maidan Integrated Transit કોરિડોર મુખ્ય ટનલ અને 5 અંડરપાસનું ઉદ્ઘાટન કર્યું છે. દિલ્હીના લોકો આનાથી ટ્રાફિક જામમાં ઘણા કંટાળ્યા હતા અને હવે મોટી રાહત મળવાની આશા છે. દિલ્હીમાં પ્રગતિ મેદાન ટનલના નિરીક્ષણ દરમિયાન પીએમ મોદીને કચરો જોવા મળ્યો હતો. તો તેમણે જાતે પડેલો કચરો અને બોટલ ઉઠાવી લીધી હતી અને ડસ્ટબિનમાં ફેકી દીધી હતી.

PM મોદી જ્યારે ટનલમાં નિરીક્ષણ કરી રહ્યા હતા અને અચાનક જ તેમની નજર કચરા પર પડી પછી તો PM મોદીએ તેમણે તેને જોતા જ તરત ઉઠાવી લીધો હતો. આ પછી ત્યાં એક ખાલી બોટલ પણ મળી હતી. જે બોટલ તેમણે પછી ડસ્ટબિનમાં ફેંકી દીધી હતી. સમાચાર એજન્સી એએનઆઈએ આ ઘટનાનો એક વીડિયો પર શેર કર્યો છે. 31 સેકન્ડની આ ક્લિપમાં સ્વચ્છતા પ્રત્યે પીએમ મોદીની સજાગતા અને સંવેદનશીલતા સ્પષ્ટ જોવા મળે છે.

પીએમ મોદીએ કચરો જોતા જ તાત્કાલિક ઉઠાવ્યો અને લઈને આગળ નીકળી ગયા. ત્યારબાદ પીએમ મોદીએ તે કચરો ડસ્ટબિનમાં ફેંક્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (19 જૂન, 2022ના રોજ) ITPO સુરંગ હેઠળ પ્રગતિ મેદાનમાં એકીકૃત ટ્રાન્ઝિટ કોરિડોર પરિયોજનાની મુખ્ય સુરંગ અને 5 અંડરપાસનું ઉદ્દઘાટન કર્યું. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટનલમાં પોતે મુલાકાત લેવા પહોંચ્યા, જ્યાં રોડના કિનારે તેમની નજર ત્યાં પડેલા કચરા પર પડી.

તમને જણાવી દઈએ કે પ્રગતિ મેદાન ઇંટીગ્રેટેડ ટ્રાંઝિટ કોરિડોર પરિયોજનાનીનો ખર્ચ આશરે 923 કરોડ રૂપિયા છે. પ્રગતિ મેદાન મેન ટનલની કુલ લંબાઇ 1.6 કિલોમીટર છે. અહીં 6 લેન છે. આ ટનલને 7 અલગ-અલગ રેલવે લાઇનની અંદરથી બનાવવામાં આવી છે.

YC