ખબર

આજ PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર તેમની 12 દુર્લભ તસ્વીરો જુઓ….જે તમે ક્યારી નહિ જોઈ હોય

વિશ્વના સૌથી ફેમસ નરેન્દ્ર મોદી એવા નેતા છે જે સંઘર્ષોની પરાકાષ્ઠા પાર કરી આજે સફળતા શિખરો પર પહોંચ્યા છે.પોલિટિક્સમાં કોઇ ગોડફાધર વગર એક સફળ CM અને એક સફળ PM નરેન્દ્ર મોદી બની શક્યા છે. અવિરત સંઘર્ષનું બીજુ નામ છે નરેન્દ્ર મોદી.2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી મોદીની રાહ પડકારોથી ભરી હતી. પણ પડકારોને પડકાર આપી મોદી સફળતાની સીડીઓ ચડતા ગયા. અને આજે દેશના સર્વોચ્ચ પદે શાનથી બિરાજમાન છે. આજે PM મોદીના 72માં જન્મદિવસની દેશભરમાં ઉજવણી થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ ગુજરાતના વડનગરમાં 17 સપ્ટેમ્બર 1950ના રોજ થયો હતો. હાલના સમયમાં વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય અને શક્તિશાળી નેતાઓની સૂચીમાં તેમનું નામ મોખરે આવે છે.

Image Source

તેઓ દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્ની હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન છે. નરેન્દ્ર મોદી આઝાદ ભારતમાં જન્મેલા પહેલા વડાપ્રધાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2001થી લઈને 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. નરેન્દ્ર મોદીએ 1972માં RSS સાથે જોડાઇને પોતાના રાજનૈતિક કરિયરની શરૂઆત કરી હતી. 1987માં મોદી BJP સાથે જોડાયા અને 1995માં પાર્ટીના અધ્યક્ષ બન્યા.

Image Source

એક સામાન્ય ગુજરાતી પરિવારમાં જન્મેલા નરેન્દ્ર મોદી બાળપણમાં કે વેચવામાં પોતાના પિતાની મદદ કરતા હતા, અને એ પછી તેમણે પોતે ચા વેચવાનું શરુ કર્યું હતું. તેમના પરિવારની પરિસ્થિતિ સારી ન હતી અને તેમણે ઘણો સંઘર્ષ કર્યો છે.

Image Source

8 વર્ષની ઉંમરમાં જ તેઓ આરએસએસ સાથે જોડાયા અને એ પછી એક લાંબા સમય સુધી સંકળાયેલા રહયા. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી. સ્નાતકનો અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓએ પોતાનું ઘર છોડી દીધું હતું.

Image Source

માહિતી અનુસાર, તેમણે બે વર્ષ સુધી ભારતભરમાં યાત્રા કરી અને ઘણા ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી. એ પછી 1969-70 વખતે તેઓ ગુજરાત આવ્યા અને અમદાવાદમાં રહેવા લાગ્યા.

Image Source

અહીં તેઓ 1971માં આરએસએસના કાર્યકર્તા બની ગયા. 1985માં તેઓ ભાજપ સાથે જોડાયા અને 2001 સુધી પાર્ટીના જુદા-જુદા પદ પર કામ કર્યું અને ભાજપના સચિવના પદ સુધી પહોંચ્યા.

Image Source

ગુજરાતમાં વર્ષ 2001માં ભૂકંપ પછી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના અસફળ સ્વાસ્થ્ય અને ખરાબ સાર્વજનિક છબીના કારણે નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રીનું પદ આપવામાં આવ્યું. એ પછી વિધાનસભા માટે પણ તેઓ ચૂંટાઈ આવ્યા.

Image Source

2001માં મોદીના સમયમાં ગોધરાકાંડ થયો. એ પછી ભારે દબાણમાં આવી ગયા બાદ મોદીએ મુખ્‍યમંત્રી પદ પરથી રાજીનામુ આપ્‍યુ અને ફરીથી ચૂંટણી યોજાઈ. 2002માં વિધાનસભાની 182 સીટોમાંથી 127 સીટો મેળવીને ભાજપને જંગી બહુમતિથી વિજય અપાવ્‍યો.

Image Source

નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે 26 મે 2014ના રોજ વડાપ્રધાન પદના શપથ લીધા. તેઓ ભારતના સૌથી પહેલા એવા વડાપ્રધાન છે જે આઝાદી પછી જન્મ્યા છે. ટ્વીટર પર સૌથી વધુ ફોલોવર ધરાવતા તેઓ ભારતીય નેતા છે.

Image Source

મુખ્યમંત્રી તરીકે, મોદીએ ગુજરાતના વિકાસ માટે વિવિધ યોજનાઓ દ્વારા અમલમાં મૂકી, જેમાં પંચામૃત યોજનાનો સમાવેશ થાય છે, રાજ્યના સંકલિત વિકાસ માટે પાંચ -પાંખિયાવાળી વ્યૂહરચના, “સુજલામ-સુફલામ”, જળ સંરક્ષણ અને તેના ઉચિત વપરાશ તરફી એક નવીન પગલામાં ગુજરાતમાં જળ સંશાધનોની એક ગ્રીડ રચવાની યોજના છે.

Image Source

વડાપ્રધાન મોદીએ ફિટ ઇન્ડિયા અભિયાન શરુ કર્યું, તેમણે સ્વચ્છ ભારત અભિયાન પણ શરુ કર્યું. તેમની જ આગેવાનીમાં ૨૧ જુનને યોગા દિવસ તરીકે જાહેર કરવામાં આવો હતો.

Image Source

કેટલાક દિવસો પહેલા જ મોદીજીએ ભારતને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું અભિયાન પણ શરુ કર્યું છે. જેણે આખા દેશમાંથી જોરદાર પ્રતિસાદ પણ મળી રહ્યો છે.

Image Source

માત્ર જનતા જ નહિ, પણ બોલીવૂડના સિતારાઓ પણ વડાપ્રધાન મોદીના ચાહકો છે, તેઓ પ્રસંગોપાત તેમની મુલાકાત પણ લેતા રહે છે. ટાઈમ મેગેઝીને મોદીજીને પર્સન ઓફ ધ યર 2013ની સૂચીમાં સ્થાન આપ્યું છે.