નરક ચતુર્દશીનો તહેવાર કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. આમ તો નરક ચતુર્દશીને ઘણા રાજ્યમાં રૂપ ચૌદસ, કાળી ચૌદસ, રૂપ ચતુર્દશી અને નાની દીવાળી જેવા અન્ય ઘણા નામોથી પણ ઓળખવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે નરક ચતુર્દશી પર યમદેવ સિવાય હનુમાનજીની પૂજા પણ કરવામાં આવે છે.
વાલ્મીકિની રામાયણ અનુસાર, હનુમાનજીનો જન્મ કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિના મંગળવારે થયો હતો. તેથી એવું માનવામાં આવે છે કે નરક ચતુર્દશી પર હનુમાનજીની પૂજા કરવાથી તમને શુભ ફળ મળે છે. હનુમાનજીને સંકટમોચક માનવામાં આવે છે. જો તમે પણ કોઈ સંકટનો સામનો કરી રહ્યા છો તો નરક ચતુર્દશી પર કરો આ સરળ ઉપાય. જો તમારા આ ઉપાયોથી અંજનીનો પુત્ર પ્રસન્ન થશે, તો તમને તમારા દરેક દુઃખમાંથી મુક્તિ મળશે.
હનુમાનજીને પ્રસન્ન કરવાના ઉપાય : ચાલો જાણીએ ક્યા સરળ ઉપાયો છે જે તમારી સમસ્યાઓ દૂર કરશે.
હનુમાનજીને પાનનું બીડુ અર્પણ કરો : એવું માનવામાં આવે છે કે હનુમાનજીને પાં ખૂબ જ પસંદ છે. એટલા માટે તમે તેમને તે અર્પિત કરી શકો છો. આ ખાસ પાનમાં બધી મુલાયમ વસ્તુ જેમ કે, કોપરા બુરા, ગુલકંદ, બદામ કતરી વગેરે જેવી વસ્તુઓ નાખો. જો તમે તેમને ભક્તિભાવથી પાનનું બીડુ અર્પણ કરશો તો તેઓ તમારી દરેક ફરિયાદ સાંભળશે અને તમારી પરેશાનીઓ દૂર કરશે.
દેશી ઘીની રોટલીનો ભોગ ચઢાવો : જો તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો, તો તેને દૂર કરવા માટે, તેમને પાંચ દેશી ઘી રોટલી અર્પણ કરો. આનાથી તમારો ખરાબ સમય જલ્દી ખતમ થઈ જશે અને તમને દુશ્મનોથી મુક્તિ મળશે.
રામ નામની માળા અર્પણ કરો : જો તમે આર્થિક તંગીથી પરેશાન છો અને તમને ક્યાંયથી કોઈ સંભાવના દેખાતી નથી, તો નાની દિવાળીના દિવસે પીપળના 11 પાંદડા પર શ્રી રામનું નામ લખો અને તેની માળા બનાવીને હનુમાનજીને ચઢાવો. તેમ જ, તમારી સમસ્યા હલ કરવા માટે તેમને પ્રાર્થના કરો.
ચોલા ચઢાવો : હનુમાનજીને ચોલા ખૂબ પ્રિય છે. તે અર્પિત કરનારની બધી મુશ્કેલીઓ દૂર કરે છે. જો તમારી સમસ્યાઓનો અંત નથી આવતો તો હનુમાનજીને ચોલા અર્પણ કરતી વખતે શ્રી રામના નામનો જાપ કરો. આ સિવાય સંકટમોચનને બૂંદી અથવા ચણાના લોટના લાડુ ચઢાવો અને એક નાળિયેરને 7 વાર તમારા માથા પરથી ઉતારો અને પછી તેને હનુમાનજીના ચરણોમાં ધરો. આમ કરવાથી તમારા જીવનમાં ઘણા બદલાવ આવશે અને ધીરે ધીરે તમને દરેક સંકટમાંથી મુક્તિ મળવા લાગશે.