ટીમ ઈન્ડિયાનાં સ્ટાર ક્રિકેટરનાં પપ્પાને પોલીસ ઉપાડી ગઈ, જે કારનામા કર્યા તે સાંભળીને ક્રિકેટ જગતના ફેન્સ દુઃખી દુઃખી થઇ જશે
દેશભરમાં છેતરપિંડીની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, રોજ કોઈને કોઈ મામલાનો ખુલાસો થતો હોય છે અને ઘણા મોટા મોટા નામ પણ સામે આવે છે ત્યારે હાલમાં જ વર્ષ 2013માં બેંક ઓફ મહારાષ્ટ્રની જૌલખેડા શાખામાં આશરે 1.25 કરોડ રૂપિયાની ઉચાપતના કેસમાં તત્કાલિન બેંક મેનેજર વીકે ઓઝાની પોલીસે ધરપકડ કરી છે.
વીકે ઓઝા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર નમન ઓઝાના પિતા છે. તેમની સામે કલમ 409, 420, 467, 468, 471, 120B, 34 અને આઈટી એક્ટની કલમ 65,66 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તે 2014માં કેસની શરૂઆતથી જ ફરાર હતો. મુલતાઈ ટીઆઈ સુનીલ લતાએ જણાવ્યું કે વિનય ઓઝાની સોમવારે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે તેમને પૂછપરછ માટે એક દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો છે.
મામલો વર્ષ 2013નો છે. બેંક ઓફ મહારાષ્ટ્ર શાખા, જૌલખેડામાં ફરજ બજાવતા બેંક મેનેજર અભિષેક રત્નમ, વિનય ઓઝા અને અન્યોએ મળીને નકલી નામ અને ફોટાના આધારે કિસાન ક્રેડિટ કાર્ડ બનાવી બેંકમાંથી પૈસા ઉપાડ્યા હતા. તરોડામાં રહેતા વૃદ્ધ દર્શન પિતા શિવલુના અવસાન બાદ પણ તેમના નામે ખાતું ખોલાવીને પૈસા ઉપાડવામાં આવ્યા હતા. આ પૈસા બેંક મેનેજર અભિષેક રત્નમ, વિનય ઓઝા, એકાઉન્ટન્ટ નિલેશ ચલોત્રે, દીનાનાથ રાઠોડ અને અન્યોએ એકબીજામાં વહેંચ્યા હતા.
આ બાબતના ખુલાસા પર, પોલીસે અભિષેક રત્નમ, વિનય ઓઝા, નિલેશ ચલોત્રે અને અન્ય લોકો વિરુદ્ધ કલમ 409, 420, 467, 468, 471, 120B, 34 અને IT એક્ટની કલમ 65,66 હેઠળ કેસ નોંધ્યો હતો. આ કેસમાં ભૂતકાળમાં તત્કાલિન બેંક મેનેજર અભિષેક રત્નમ, નિલેશ ચલોત્રે અને અન્યની ધરપકડ કરવામાં આવી હતી. વિનય ઓઝા કેસ નોંધાયા બાદથી ફરાર હતો.
મુલતાઈ એસડીઓપી નમ્રતા સોંધિયાએ કહ્યું કે 2014માં ઉચાપતનો કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં છ આરોપી બનાવવામાં આવ્યા હતા. મુખ્ય આરોપીની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. સોમવારે પોલીસે આસિસ્ટન્ટ મેનેજર વિનય કુમાર ઓઝાની ઉચાપતના આરોપમાં ધરપકડ કરી હતી.
વિનયને સહઆરોપી બનાવવામાં આવ્યો હતો. તે સમયે તે આસિસ્ટન્ટ મેનેજર હતો અને તેના પોતાના આઈડી પાસવર્ડનો ઉપયોગ કરીને રકમ ઉપાડી હતી, જેના કારણે તેના પર ગુનાહિત ષડયંત્રનો આરોપ મૂકવામાં આવ્યો છે. નમન ઓઝાના પિતાની ધરપકડની ખબર હવે જંગલમાં આગની જેમ ફેલાઈ રહી છે.
તમને જણાવી દઈએ કે નમન ઓઝા વિકેટ કીપર બેટ્સમેન રહી ચૂક્યો છે. તેણે ભારતીય ટીમ માટે એક ટેસ્ટ, એક ODI અને 2 T20 મેચ રમી હતી. તેણે ટેસ્ટમાં 56 રન, વનડેમાં એક અને ટી20માં 12 રન બનાવ્યા હતા. મધ્યપ્રદેશના આ ક્રિકેટરને મહેન્દ્ર સિંહ ધોનીના કારણે બહુ ઓછી તકો મળી. ટીમ ઈન્ડિયામાં શાનદાર પ્રદર્શન કરતા ધોની કેપ્ટન બન્યો હતો અને તેણે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. IPLમાં શાનદાર પ્રદર્શન બાદ નમન ઓઝાને 2010માં શ્રીલંકા સામેની ODI અને 2010માં ઝિમ્બાબ્વે સામે T20 શ્રેણીની બે મેચમાં રમવાની તક મળી હતી.