મહિલા શિક્ષિકાને મળ્યું એવું દર્દનાક મોત કે સાંભળીને તમારું હૈયું પણ કંપી ઉઠશે, જાણો સમગ્ર મામલો

દેશની અંદર દુર્ઘટનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. દુર્ઘટનામાં ઘણાં લોકો પોતાના પરિવારના સદસ્યોને ગુમાવતા હોય છે ત્યારે હાલમાં જ મળતી ખબર પ્રમાણે રાજસ્થાનના નાગૌરમાં સવારે એક દર્દનાક રોડ દુર્ઘટના ઘટી જેમાં એક શિક્ષિકાનું મોત થઇ ગયું.

એક પૂર ઝડપે આવતા ડમ્પરે સ્કૂટી સવાર એક શિક્ષિકાને પાછળથી જોરદાર ટક્ક્ત મારી દીધી. જેમાં શિક્ષિકાનું ઘટના સ્થળે જ મોત થઇ ગયુ. આ દુર્ઘટનાની આખી જ ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગયું. મૃતક મોના જાગીન્ડ સેકેંડ ગ્રેડની શિક્ષિકા હતી. તે સવારે સ્કૂલ જઈ રહી હતી તે દરમિયાન આ ઘટના ઘટી.

સીસીટીવી ફુટેજની અંદર ડમ્પર ચાલકની લાપરવાહી સ્પષ્ટ દેખાઈ રહી છે. ડમ્પર ચાલક સ્કૂટીને ટક્કર માર્યા બાદ એક ક્ષણ પણ ત્યાં ના રોકાય અને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો. ઘટના સ્થળે લોકોએ શિક્ષિકાને સાચવવા ગયા પરંતુ તેનું ત્યાં જ મોત થઇ ગયું હતું.

પોલીસે મૃતક મોનાના શબને જેએલએન હોસ્પિટલની મોર્ચરીમાં રાખ્યું છે. પરિવારજનોના આવ્યા બાદ મોર્ચરીમાં શબનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને પરિવારને સોંપી દેવામાં આવ્યું. પોલીસ દ્વારા લાપરવાહ ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી લેવામાં આવ્યો છે અને તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. ડમ્પર ચાલકની ધરપકડ માટે નાકાબંધી પણ કરવામાં આવી છે.

હાલમાં મોના RASની તૈયારી કરી રહી હતી. તેના પિતા હરિરામ શરીરિક શિક્ષક પદથી રિટાયર્ડ છે. મોના આ પહેલા પટવારીમાં નોકરી કરી ચુકી હતી. ત્યારબાદ તેનું શિક્ષિક ભરતીમાં પસંદગી થતા તે શિક્ષિકા બની હતી. અને હાલમાં તે આરએએસની તૈયારીમાં લાગેલી હતી.

Niraj Patel