નેશનલ હાઇવે પર પડ્યો પત્થર અને 3 જ સેકન્ડમાં ગાડીઓનું બની ગયુ કચુમ્બર, ખૌફનાક વીડિયો વાયરલ- કમજોર દિલવાળા ના જોતા

Landslide In Nagaland : વરસાદના કારણે એક ભયાનક અકસ્માત થયો છે, જેમાં બે લોકોના મોત થયા હોવાની ખબર છે. તેનો વીડિયો પણ સામે આવ્યો છે.અહીં ભૂસ્ખલન દરમિયાન નેશનલ હાઈવે 29 પર કેટલાક મોટા પથ્થરો પડ્યા હતા, જેના કારણે બે લોકોના મોત થયા હતા, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના સાંજે 5 વાગ્યાની આસપાસ બની હતી.

આ ભૂસ્ખલનનો એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. જેમાં નેશનલ હાઈવે પર પાર્ક કરાયેલા વાહનો પર પત્થર પડતો જોઇ શકાય છે અને તેના કારણે થોડી જ ક્ષણોમાં કારનું કચુંબર બની જાય છે. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું જ્યારે અન્ય એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ સિવાય એક કારની અંદર એક વ્યક્તિ ફસાઈ ગયો હતો અને તેને કાઢવાનો પ્રયાસ ચાલુ હતો.

આ સમગ્ર ઘટના વાહનની અંદર લાગેલા ડેશ કેમમાં રેકોર્ડ થઇ હતી. આ ઘટના નાગાલેન્ડની છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે હાઈવે પર કેટલાક વાહનો છે અને આ દરમિયાન જ અચાનક પહાડ પરથી મોટો પથ્થર પડે છે. પથ્થર એટલો મોટો હતો કે તે એક કારને સંપૂર્ણપણે ચપટી કરી નાખે છે, જ્યારે બીજી કાર તે પથ્થર સાથે અથડાવાને કારણે પલટી જાય છે.

બીજી તરફ, બીજો પથ્થર આગળ પાર્ક કરેલા વાહનને નુકસાન પહોંચાડે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દીમાપુર-કોહિમા નેશનલ હાઈવે પર સાંજે 5 વાગ્યે પથ્થરો પડવાની ઘટના બની હતી. જ્યાં ભૂસ્ખલન થયું તે સ્થળને ‘પાકલા પહાડ’ કહેવામાં આવે છે. અહીં અવારનવાર ભૂસ્ખલન અને ખડકો પડવાની ઘટનાઓ બને છે.

Shah Jina