નાગા ચૈતન્ય અને ચર્ચિત ગર્લફ્રેન્ડ શોભિતા ધુલિપાલાના લફરાં પર સામંથાએ તોડી ચુપ્પી, જવાબ કરી દેશે હેરાન

સાઉથ અભિનેતા નાગા ચૈતન્ય અને સામંથા રૂથ પ્રભુના છૂટાછેડાની ખબરો સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચામાં રહી હતી. પણ બંનેના છૂટાછેડાના અમુક જ સમય પછી એવી ખબરો સામે આવી રહી છે કે નાગા અન્ય એક અભિનેત્રીના પ્રેમમાં પડી ગયો છે. ખબર તો એવી પણ આવી હતી કે નાગાની સાથે તેની લેડી લવને પણ જોવામાં આવી હતી. આ અભિનેત્રી ફેમસ અદાકારા શોભિતા ધૂલિપાલા છે.

હાલાનાં દિવસોમાં શોભિતા લાઈલમાઈટમાં આવી ગઈ છે. નાગા અને શોભિતાના રિલેશનની ખબરો પણ જોશમાં ચાલી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે છૂટાછેડા પછી તરત જ નાગા શોભિતાના પ્રેમમાં પડી ગયો છે. આ વાચ્ચે શોભીતાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. શોભિતા તાજેતરમાં જ આદિવિ શેષની ફિલ્મ મેજરમાં જોવા મળી હતી, હાલ તેનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તે ફ્લાઈટમાં બેઠેલી છે અને વચ્ચેની આંગળી દેખાડી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sobhita Dhulipala (@sobhitad)

સોશિયલ મીડિયા પર શોભીતાના આ વીડિયોને લીધે તેની ખુબ આલોચના કરવામાં આવી હતી અને તેના પર ચાહકોએ સામંથા અને નાગાના છૂટાછેડા માટે જવાબદાર હોવાનો આરોપ પણ લગાવ્યો છે. જો કે શોભિતા વીડિયોમાં આવું રિએક્શન કોના માટે આપે છે તે સ્પષ્ટ જણાયું નથી, પણ માનવામાં આવી રહ્યું છે કે શોભીતાએ આવું રિએક્શન પોતાના અને નાગાના રિલેશનની ખબરો પર આપ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Sobhita Dhulipala (@sobhitad)

જ્યા નાગા 35 વર્ષનો તો શોભિતા 30 વર્ષની છે. સામંથાની ઉંમર પણ 35 વર્ષની છે. મળેલી જાણકારીના આધારે અમુક દિવસો પહેલા જ શોભિતાને નાગાના નવા ઘરમાં જોવામાં આવી હતી,  એવામાં લોકોનું માનવું છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે.નાગા અને શોભિતાના અફેર પર સામંથાએ પણ પોતાની ચુપ્પી તોડતા પોસ્ટ શેર કરી છે, આ પોસ્ટ રણવીર સિંહના પ્રોફાઇલમાંથી લીધેલી છે. જે એક ઇન્ટરવ્યુના સમયની છે.

પોસ્ટમાં લખવામાં આવેલું છે કે,”દુઃખ દરેક કોઈના જીવન સાથે જોડાયેલું હોય છે માટે જીવનમાં મને મજાક કરવો પસંદ છે, મને તેનાથી હલ્કુ રહેવું પસંદ છે.સામંથાએ આ પોસ્ટ ત્યારે શેર કરી હતી જ્યારે નાગા અને શોભિતાના અફેરની ચર્ચાઓ થઇ હતી. એવામાં સામંથાની આ પોસ્ટને નાગાના અફેરની સાથે જોડીને જોવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sobhita Dhulipala (@sobhitad)

નાગા અને સામંથાના છૂટાછેડા થયાનો ઘણો સમય થઇ ચુક્યો છે પણ લગાતાર તેઓને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવે છે. જો કે સામંથાએ પણ કરારો જવાબ આપીને લોકોની બોલતી બંધ કરી દીધી હતી. સામંથા અક્ષય કુમારની સાથે કોફી વિથ કરન સીઝન-7માં જોવા મળી શકે તેમ છે.

Krishna Patel