“પત્ની કમાય છે અને હું ઉડાવું છું !” એક યુઝર્સે જણાવ્યું કે કેવી રીતે ઘણા સફળ બિઝનેસમેનોને આગળ વધારવામાં પત્નીઓએ કરી છે આર્થિક મદદ

ઇન્ટરનેટ પર છવાઈ પત્નીની કમાઈ પર સફળ બિઝનેસમેન બનેલા પુરુષોની કહાનીઓ.. એક ટ્વિટર યુઝર્સે જે કહ્યું એ સાંભળીને તમને પણ નવાઈ લાગશે… જુઓ

ઇન્ટરનેટ પર રોજ ઘણા લોકોની સફળતાની કહાનીઓ સામે આવતી હોય છે. ઘણી કહાનીઓ એવી પણ જોય છે જે આપણને પ્રેરણા આપે છે. હાલ ટીવી પર શાર્ક ઇન્ડિયાની બીજી સીઝન પણ ચાલી રહી છે અને આ શોમાં પણ ઘણા લોકો પોતાના ધંધાના આઈડિયા લઈને આવતા હોય છે. જેમાં ઘણા લોકોના સપનાઓ પણ પુરા થતા જોવા મળતા હોય છે.

ત્યારે આપણા સમાજમાં એક માન્યતા બહુ પહેલાથી ચાલી આવી છે અને આજે 21મી સદીમાં પણ આમાન્યતામાં જરા પણ લોકોના વિચારો બદલાય નથી. એ માન્યતા એ છે કે પુરુષ પત્નીના પૈસા પર નિર્ભર ના રહી શકે. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે પત્ની કમાતી હોય અને પતિ ના કમાતો હોય અથવા તો પતિ કરતા પત્ની વધારે કમાતી હોય તો પણ તેમનો અહમ ઘવાતો હોય છે.

પરંતુ હાલ ટ્વિટર પર એક યુઝર્સ દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી છે, જેમાં કેવી રીતે સફળ બિઝનેસમેનોને તેમની પત્નીઓએ આર્થિક સપોર્ટ કર્યો હતો એ જણાવ્યું છે. તેણે શાર્ક ટેન્ક સ્પર્ધકનું તાજેતરનું ઉદાહરણ શેર કર્યું. ફ્લેટહેડ શૂઝના સહ-સ્થાપક ગણેશ બાલક્રિષ્નને તેમની ભાવનાત્મક સ્પીચમાં જણાવ્યું હતું કે તેમની ઘરની આવક તેમની પત્ની દ્વારા સંચાલિત થાય છે. તેણે કહ્યું, “પત્ની કમાય છે, હું ઉડાડું છું.”

યુઝર, રિચા સિંહે ટ્વીટ કર્યું, “ગણેશ બાલક્રિષ્નને શાર્ક ટેન્ક ઇન્ડિયા પર શરમાળ હાસ્ય સાથે આ કહ્યું. મને સમજાયું કે આપણા ભારતીય સમાજમાં તમારી પત્નીના પગારમાં કેવી રીતે જીવવું છે.”
ત્યાર બાદ તેમણે ઉમેર્યું હતું કે માત્ર બાલકૃષ્ણન જ નહીં પરંતુ અન્ય બે સફળ ઉદ્યોગપતિઓએ પણ તેમની પત્નીઓ પાસેથી આર્થિક મદદ લીધી હતી.

સિંહે ઇન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિનું ઉદાહરણ ટાંક્યું. “તેમણે તેમના પ્રથમ સાહસની નિષ્ફળતા પછી તેમની પત્ની સુધા મૂર્તિ દ્વારા પૂરી પાડવામાં આવેલી નજીવી મૂડી સાથે ઇન્ફોસિસ શરૂ કરી,” તેમણે જણાવ્યું હતું. સુધા મૂર્તિ પોતાના પતિને 10,000 રૂપિયાની લોન આપીને ઈન્ફોસિસમાં પ્રથમ રોકાણકાર બની. Ola Cabs ના CEO ભાવિશ અગ્રવાલનું બીજું ઉદાહરણ આપતાં તેમણે લખ્યું, “તેમની પત્ની રાજલક્ષી અગ્રવાલે તેમના શરૂઆતના દિવસોથી જ તેમને આર્થિક રીતે ટેકો આપ્યો છે. તે માટે તેઓ તેમની કાર ઉધાર લેતા હતા.”

તેમના થ્રેડને સમાપ્ત કરીને, તેમણે લખ્યું, “ઘણા વધુ સ્ટાર્ટઅપ સ્થાપકો છે જેમને તેમના જીવનસાથીઓના સમર્થનને કારણે સફળતા મળી છે. જ્યારે દરેક જણ ગણેશજીનો જયજયકાર કરી રહ્યા છે, ત્યારે હું તેમની પત્નીની ભાવનાને જીવંત રાખવા બદલ તેમનો આભાર માનું છું.” હું આપવા માંગુ છું. માટે એક શ્લોક. તેણીએ એમ પણ કહ્યું કે તે સાચું કહેવાય છે કે “તમારી કારકિર્દી તમે જેની સાથે લગ્ન કરો છો તેના પર નિર્ભર છે!”

Niraj Patel