યુવકે ખુબ જ મહેનતથી પોતાના જ હાથે બનાવ્યું હેલીકૉપ્ટર, ટેસ્ટિંગ દરમિયાન ઘટી એવી દુર્ઘટના કે યુવકનું થયું દર્દનાક મોત

આપણા દેશની અંદર ભરપૂર ટેલેન્ટ પડેલો છે, એમાં કોઈ શંકા નથી. આપણે ત્યાં દરેક સમસ્યાનું સમાધાન મળી જાય છે. ઘણા ટેલેન્ટેડ યુવકો દ્વારા કાર, બાઈક અને ઘણા ઇલેક્ટ્રિક ગેજેટ બનાવવાના વિડીયો અને તસવીરો આપણે સોશિયલ મીડિયામાં જોતા હોઈએ છીએ. થોડા વર્ષો પહેલા આવેલી ફિલ્મ “3 ઈડિયટ્સ” જોઈને પણ ઘણા લોકોએ પ્રેરણા લીધી અને અવનવી તકનીકોના સાધનો બનાવવા લાગ્યા.

આવો જ એક 24 વર્ષીય યુવક જે મહારાષ્ટ્રના યવતમાલમાં રહેતો હતો તે છેલ્લા 2 વર્ષથી હેલીકૉપ્ટર બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ધીમે ધીમે તે સફળતા સુધી પણ પહોંચી રહ્યો હતો. પરંતુ ટેસ્ટિંગ દરમિયાન જ તેનું બનાવેલું “મુન્ના હેલીકૉપ્ટર” ક્રેશ થઇ ગયું અને જેમાં તેનું મોત થયું હતું.

શેખ ઇસ્માઇલ ઉર્ફે મુન્ના શેખ યવતમાલ જિલ્લામાં ફૂલસાવંગી ગામનો રહેવા વાળો હતો. તેને ફક્ત 8 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. પરંતુ તેનું સપનું તો હેલીકૉપ્ટર બનાવવાનું હતું. વ્યવસાયે મેકેનીકનું કામ કરતા મુન્નાએ તેના ગેરેજમાં જ એક એક સાધન ભેગું કરી અને હેલીકૉપ્ટર બનાવવાનું શરૂ કરી દીધું.

ઇસ્માઇલે તેનું નામ “મુન્ના હેલીકૉપ્ટર” રાખ્યું હતું. મુન્નાના પરિવારમાં એક ભાઈ અને એક બહેન છે. મોટો ભાઈ મુસવીર ગેસ વેલ્ડર છે. અને તેના પિતા ઘરે જ રહે છે. તેમના પરિવારની આર્થિક હાલત પણ એટલી સારી નહોતી. મુન્ના પણ નાના મોટા મેકેનિકનું કામ કરતો હતો.

આ કામ કરવા દરમિયાન જ તેના મનમાં હેલીકૉપ્ટર બનાવવાનો વિચાર આવ્યો અને તે આ કામની અંદર લાગી. ગયો હતો તેની મહેનત પણ રંગ લાવી અને આ બધા વચ્ચે હેલીકૉપ્ટર પણ બનીને તૈયાર થઇ ગયું. ઇસ્માઇલે હેલીકૉપ્ટર બનાવવાની રીત શોધી અને ધીમે ધીમે તેના પાર્ટ બનાવી તેને વેલ્ડીંગથી જોડવા લાગ્યો. આ મહેનત તેને સતત બે વર્ષ સુધી કરી.

15 ઓગસ્ટના રોજ મુન્નાનું આ હેલીકૉપ્ટર લોન્ચ થવાનું હતું. તેના પહેલા તે તેનું ટેસ્ટિંગ કરવા માંગતો હતો. એન્જીન જમીન ઉપર શરૂ થયું અને 750 એમ્પીયર ઉપર ચાલી રહ્યું હતું. ત્યારે જ અચાનક હેલીકૉપ્ટરનો પાછળનો પંખો તૂટીને મુખ્ય પંખા સાથે અથડાયો અને હેલીકૉપ્ટરને જોરથી ઝટકો લાગ્યો. આ દરમિયાન હેલીકૉપ્ટરને ઉડાવવાનો પ્રયત્ન કરી રહેલા મુન્નાનું માથું ઘણી જગ્યાએ અથડાયું અને વાગવાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત થઇ ગયું.

આ ઘટના બાદ આખા ગામની અંદર શોકનો માહોલ ફેલાઈ ગયો. બધા જ લોકો તેને પ્રેમથી રેન્ચો બોલાવતા હતા. મુન્નાના આ હેલીકૉપ્ટરનું નિરીક્ષણ કરવા માટે બેંગલુરુથી એક્સપર્ટની ટિમ પણ આવવાની હતી. આ દરમિયાન જ રાત્રે ટેસ્ટિંગ માટે હેલીકૉપ્ટર ઉડાવવાનો પ્રયત્ન કરવા જતા આ દુર્ઘટના ઘટી અને મુન્નાનો જીવ ચાલ્યો ગયો.

Niraj Patel