પોલિસે બારમાં કરી છાપેમારી, 15 કલાકની શોધ બાદ 3 ફૂટના સીક્રેટ રૂમમા 17 છોકરીઓ…હચમચી દે એવી ઘટના

ગુજરાત સહિત દેશભરમાંથી અનેક વખત ગંદા કામનો પર્દાફાશ પોલિસ કરતી હોય છે. આમાં મુખ્યત્વે દેહવિક્રયનો વેપાર થતો હોય તેવું જ જાણવા મળતુ હોય છે. ત્યારે હાલ એક એવો મામલો સામે આવ્યો છે, જેમાં બારની અંદર એક ગુપ્ત ભોયરુ બનાવવામાં આવ્યુ હતુ અને તેની અંદર ડાંસરોને રાખવામાં આવી હતી. આ 17 છોકરીઓને એક ઇલેક્ટ્રિક ડોરની અંદર રાખવામાં આવી હતી, જે કાચની પાછળ હતો અને તે લોકોને અંદર ઘણી સુવિધા પણ આપવામાં આવી હતી.

મુંબઈના અંધેરીમાંથી એક બારના સિક્રેટ રૂમમાંથી 17 છોકરીઓ મળી આવી હતી. આ છોકરીઓ મેકઅપ રૂમની અંદર બનેલા ગુપ્ત રૂમમાં છુપાયેલી હતી. પોલીસને શોધવામાં 15 કલાક લાગ્યા હતા. જ્યાં છોકરીઓ છુપાઈ રહી હતી ત્યાં ખાવાથી લઈને પીવા સુધીની તમામ સુવિધાઓ હતી.મુંબઈ પોલીસની સોશિયલ સર્વિસ બ્રાચના અધિકારીને NGO તરફથી ફરિયાદ મળી હતી કે બારમાં કોવિડ-19 પ્રોટોકોલનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.

બારમાં ભારે ભીડ એકઠી થાય છે અને ગ્રાહકો દરરોજ લાખો રૂપિયા ખર્ચે છે. બાર ગર્લ્સના કારણે બાર આખી રાત ખુલ્લી રહે છે અને સ્થાનિક પોલીસને તેની કોઈ જાણ નથી. આ ફરિયાદને આધારે પોલીસે શનિવારે મોડી રાત્રે બાર પર દરોડો પાડ્યો હતો. સવાર થતાં જ સમાજ સેવા શાખાના ડીસીપી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રવિવારે સવારે ફરી એકવાર બારની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. મેક-અપ રૂમમાં પોલીસને શંકાસ્પદ અરીસો મળ્યો.

પોલીસે હથોડી વડે કાચ તોડવાનું શરૂ કર્યું હતું. તેની પાછળ એક દરવાજો હતો જે રિમોટ કંટ્રોલથી ઓપરેટ થતો હતો. મુંબઈ પોલીસની સોશિયલ સર્વિસ બ્રાચની ટીમે એવા ગુપ્ત ભોંયરાના રહસ્યનો પર્દાફાશ કર્યો છે કે જોનારાઓના હોશ ઉડી ગયા હતા. મુંબઈના અંધેરી વિસ્તારમાં સ્થિત પ્રખ્યાત દીપા બારમાં એક ગુપ્ત ભોંયરું મળી આવ્યું.

મીડિયા રીપોર્ટ અનુસાર આ ભોંયરામાં 17 છોકરીઓને બંધ રાખવામાં આવી હતી. ભોંયરામાં બંધ કરાયેલી છોકરીઓની ઉંમર 17 વર્ષથી ઓછી હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. 15 કલાકની મહેનત બાદ મુંબઈ પોલીસે આ ભોંયરું શોધી કાઢ્યું. ભોંયરું એટલું નાનું હતું કે તેમાં ઊભા રહેવું પણ મુશ્કેલ હતું. પરંતુ, સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે આ ભોંયરામાં જવાનો રસ્તો મેક-અપ રૂમની દિવાલ પર લગાવેલા અરીસામાંથી પસાર થતો હતો. કાચની પાછળ ઓટોમેટીક ઈલેક્ટ્રીક ડોર હતો. એટલું જ નહીં, આ ભોંયરામાં એસીથી લઈને સૂવા સુધીની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

15 કલાકની કડક કાર્યવાહી બાદ 17 ડાન્સરને મુક્ત કરવામાં આવી હતી અને બાર મેનેજર, કેશિયર સહિત 3 સ્ટાફની ધરપકડ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે આ મામલે અંધેરી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે અને તપાસ સતત ચાલી રહી છે. મળતી માહિતી મુજબ, આ તમામ સામે કોરોના નિયમોનું ઉલ્લંઘન કરવા અને ઓર્કેસ્ટ્રાની પરવાનગી પર ડાન્સ બાર ચલાવવાનો કેસ નોંધવામાં આવ્યો છે. કારણ કે આ બાર કોરોના વાયરસ દરમિયાન પણ આડેધડ ચાલતો હતો અને દરરોજ હજારો લોકો અહીં છોકરીઓનો ડાન્સ જોવા આવે છે.

Shah Jina