મુંબઈમાં એક બે નહિ પણ આટલા બાળકો આંધળા થઇ ગયા, દરેક માં-બાપ જલ્દી વાંચો

મુંબઈમાં બાળકોના માતા-પિતા ફફડી ઉઠ્યા, કાળી ફુગને લીધે એક, બે નહિ પણ આટલા બાળકોની આંખો કાઢવી પડી- જાણો વિગત

કોરોનાથી સાજા થયેલા લોકોમાં બ્લેક ફંગસના કેટલાક મામલા સામે આવી ચૂક્યા છે. પરંતુ હવે મુંબઇમાં ત્રણ એવા મામલા સામે આવ્યા છે, જે હ્રદય દ્રાવક છે. કોરોનાને હરાવી ચૂકેલા ત્રણ બાળકો બ્લેક ફંગસનો શિકાર થઇ ગયા છે અને બ્લેક ફંગસનો અટેક એટલો વધારો હતો કે ડોક્ટરોને તે બાળકોની આંખો નીકાળવી પડી.

પ્રતિકાત્મક તસવીર

ફોર્ટિસ હોસ્પિટલની સીનિયર કંસલ્ટેંટ-પીડિયાટ્રીશિયન ડો. જેસલ શાહનું કહેવુ છે કે, કોરોનાની બીજી લહેરમાં બે બાળકોમાં બ્લેક ફંગસ જોવા મળ્યુ હતુ, બંને અમારી પાસે આવ્યા ત્યારે 48 કલાકમાં જ તેમની એક આંખ કાળી પડી ગઇ. બ્લેક ફંગસ તેમના નાક, આંખ અને સાયનસમાં ફેલાઇ ગયુ હતુ. ખાસ વાત તો એ છે કે તે મગજ સુધી ના પહોંચ્યુ.

પ્રતિકાત્મક તસવીર

6 સપ્તાહ સુધી સારવાર ચાલી પરંતુ તેમની એક આંખ ચાલી ગઇ, ત્યાં આંખ અને કેંસર સર્જન ડો. પૃથેશ શેટ્ટીનું કહેવુ છે કે, 4 અને 6 વર્ષના બાળકોમાં બ્લેક ફંગસ દેખાઇ ચૂક્યુ છે. બંને મામલામાં બાળકની એક આંખ નીકાળવી પડી. એક 14 અને 16 વર્ષના બાળકોમાં કોરોના બાદ ડાયાબિટિસ મળ્યુ. 14 વર્ષની બાળકીની એક આંખ નીકાળવી પડી જયારે 16 વર્ષની બાળકીના પેટના એક ભાગમાં બ્લેક ફંગસ મળ્યુ.

Shah Jina