નાની ઉંમરમાં જ સૂર્ય કુમાર યાદવની જેમ ચોગ્ગા છગ્ગા મારતી દેશની આ દીકરી કોણ છે એ જાણો છો તમે ? જુઓ તેના જીવન વિશેની અજાણી વાતો

સોશિયલ મીડિયામાં ક્રિકેટ રમીને વાયરલ થઇ રહેલી આ દીકરીએ જીત્યા લાખોના દિલ, ગરીબ પરિવારની દીકરીના ટેલેન્ટને સચિન તેંડુલકરે પણ વખાણ્યો.. જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં કઈ ઘટના ક્યારે વાયરલ થઇ જાય કોઈ નથી જાણતું. ત્યારે આ સોશિયલ મીડિયાના કેટલાય લોકોના ટેલેન્ટને પણ બહાર લાવે છે. ગરીબ ઘરના લોકો પણ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ટેલેન્ટને બતાવતા હોય છે. ત્યારે હાલ એવી જ એક ગરીબની દીકરીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તે ખુબ જ શાનદાર અંદાજમાં ક્રિકેટ રમતી જોવા મળે છે.

વાયરલ થઇ રહેલી આ દીકરી રાજસ્થાનના બાડમેરની છે.જેનું નામ મુમલ મેહર છે અને તે ફક્ત 14 વર્ષની છે. આ છોકરીની બેટિંગ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જાય છે. BCCI સેક્રેટરી જય શાહથી લઈને સચિન તેંડુલકર આ છોકરીના શાનદાર શોટના દિવાના બની ગયા. આ ક્રમમાં રાજસ્થાન ભાજપના અધ્યક્ષ સતીશ પુનિયાએ હવે વિદ્યાર્થી મુમલ મેહરને ક્રિકેટ કીટ મોકલી છે.

પુનિયાએ વાયરલ ગર્લ મૂમલ સાથે ફોન પર વાત કરી છે અને તેને ક્રિકેટમાં આગળ વધવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમે હંમેશા આગળ વધતા રહો અને કોઈ દિવસ ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં રમો. આ સિવાય તેમણે કીટ મોકલી છે. આ છોકરીનો વીડિયો વાયરલ થયો છે જેમાં તે ખુલ્લા પગે ક્રિકેટ રમતા છગ્ગા અને ચોગ્ગા મારતી જોવા મળી રહી છે.

મુમલ તેની અસાધારણ ક્રિકેટિંગ કુશળતાને કારણે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. રેતાળ મેદાન પર રમી રહેલા મુમલના વાયરલ વિડિયોએ સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ઘણી પ્રશંસા મેળવી છે. દિગ્ગજ સચિન તેંડુલકરે પણ વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપી હતી અને યુવાન મૂમલની પ્રશંસા કરી હતી. તેંડુલકરે ટ્વીટ કર્યું કે હાલમાં જ હરાજી થઈ હતી અને આજે મેચ પણ શરૂ થઈ ગઈ છે.તમારી બેટિંગ જોઈને ખરેખર આનંદ થયો.

આ સિવાય BCCI સેક્રેટરી જય શાહે પણ મુમલ મેહરના વખાણ કર્યા છે. મુમલ મહેરનો વિડિયો શેર કરતાં જય શાહે લખ્યું, ‘યુવાન છોકરીની ક્રિકેટ કુશળતા અને રમત પ્રત્યેના જુસ્સાથી આશ્ચર્યચકિત! હું એ જોઈને ખુશ છું કે મહિલા ક્રિકેટનું ભવિષ્ય સારા હાથમાં છે. ચાલો આપણે આપણા યુવા એથ્લેટ્સને સશક્ત બનાવવા માટે સાથે મળીને કામ કરીએ જેથી કરીને તેઓ ભવિષ્યના ગેમ ચેન્જર્સ બની શકે.

Niraj Patel