શું મુખ્તારના જનાજામાં સામેલ થઇ હતી પત્ની અફશાં અંસારી ? ફરાર ‘લેડી ડોન’ પર પોલિસે રાખ્યુ છે 75,000 રૂપિયાનું ઇનામ

મુખ્તાર અંસારીનું હાર્ટ એટેકથી નિધન થયા બાદ યુપીમાં ભારે હલચલ મચી ગઈ છે. આ સમગ્ર મામલે દરેકની નજર મુખ્તાર અંસારીની સાથે સાથે તેની પત્ની અફશાં અંસારી પર પણ હતી. વાસ્તવમાં મુખ્તાર અંસારીની પત્ની અફશાં લાંબા સમયથી ફરાર છે. અફશાં પર 75 હજાર રૂપિયાનું ઈનામ પણ પોલિસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, તેની સામે લુકઆઉટ નોટિસ પણ જારી કરવામાં આવી છે. મુખ્તાર અંસારીના નિધન બાદ સવાલ એ ઉઠી રહ્યો છે કે શું તેની પત્ની અફશાં અંસારી પતિના અંતિમ દર્શને સામેલ થશે.

જણાવી દઇએ કે, મુખ્તાર અંસારી સુપુર્દ-એ-ખાક થઇ ગયા છે અને પતિના અંતિમ દર્શન પણ પત્નીના નસીબમાં નથી. અફશામ અંસારીએ મુખ્તારના અંતિમ સંસ્કારમાં હાજરી નહોતી આપી. પોલીસ અને એજન્સીઓ પણ અફશાં અંસારી પર નજર રાખી રહી હતા, તે લાંબા સમયથી પોલીસના રડાર પર છે. વાસ્તવમાં એવું કહેવાય છે કે મુખ્તાર જેલમાં ગયા બાદ અફશાં અંસારીએ મુખ્તારની ગેંગની કમાન સંભાળી હતી. અફશાં અન્સારી પર મઉમાં વિકાસ કન્સ્ટ્રક્શન દ્વારા ફર્મ બનાવીને છેતરપિંડી કરવાનો આરોપ છે.

આ કેસમાં મુખ્તારની પત્ની અને બે ભાઈઓ સહિત 5 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં અફશાં અન્સારી વિરુદ્ધ ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી અને કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસ અને પ્રશાસનને પૂરી આશા હતી કે મુખ્તારની પત્ની અફશાં અંસારી પતિના જનાજામાં હાજરી આપવા ચોક્કસ આવશે, પરંતુ હાલની માહિતી પ્રમાણે એવું કંઇ થયુ નથી. પોલીસ ઘણા સમયથી માફિયા મુખ્તારની પત્નીને શોધી રહી છે. કોલેજમાં ભણતા સમયે મુખ્તાર પિતાની જેમ ક્રિકેટ રમવા લાગ્યો હતો.

ગાઝીપુરમાં અભ્યાસ દરમિયાન મુખ્તારનું ધ્યાન ક્રિકેટ પર હતું. તે ક્રિકેટર બનવા માંગતો હતો. તે દરરોજ સ્ટેડિયમમાં જઈને પ્રેક્ટિસ કરતો. મુખ્તારનું વ્યક્તિત્વ પણ ઘણું સારું હતું. મુખ્તારને ક્રિકેટ રમતા જોઈને નજીકની કોલેજમાં ભણતી એક છોકરી તેના પ્રેમમાં પડી ગઈ અને તે હતી અફશાં અંસારી. અફશાંએ જ્યારે મુખ્તાર સમક્ષ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો ત્યારે મુખ્તાર પણ તેના પ્રેમમાં પડી ગયો. અફશાં રોજ સ્ટેડિયમમાં મુખ્તાર અંસારીની ક્રિકેટ જોવા આવવા લાગી. કોઈ ને કોઈ બહાને અફશાં અને મુખ્તાર વાતો કરવા લાગ્યા.

આ પછી બંને મિત્રો બન્યા અને બાદમાં બંનેએ આ મિત્રતાને સંબંધમાં બદલવાનું નક્કી કર્યું. બંનેના પરિવારને સંબંધ સામે કોઈ વાંધો નહોતો. વર્ષ 1989માં મુખ્તાર અને અફશાંના નિકાહ થયા અને લગ્ન બાદ મુખ્તારને ક્રિકેટમાં રસ ના રહ્યો. તેણે ગુનાનો રસ્તો અપનાવ્યો. નામ અને સત્તાની લાલસામાં સારા પરિવારનો આ છોકરો ગુનાના દાયરામાં ફસાઈ ગયો. પત્ની અફશાં પણ દરેક ગુનામાં તેની હમસફર બની. ગુના બાદ મુખ્તાર સજાથી બચવા માટે રાજકારણ તરફ વળ્યો. લગ્ન બાદ અફશાં ઘર સંભાળતી અને લગ્નના ત્રણ વર્ષ પછી વર્ષ 1992માં પ્રથમ પુત્ર અબ્બાસ અંસારીનો જન્મ થયો.

વર્ષ 1998માં બીજા પુત્ર ઉમર અન્સારીનો જન્મ થયો હતો. જેલમાં ગયા બાદ મુખ્તાર અને અફશાં પર ગેરકાયદેસર રીતે રહેવાનો આરોપ હતો. 2005માં કાયમ માટે જેલમાં બંધ થયા બાદ મુખ્તારના કાળા સામ્રાજ્યનો કબજો અફશાંએ લીધો. બાળકો મોટા થયા પછી તેણે મુખ્તારની ગેંગ IS-191ની કમાન સંભાળી. અફશાં સામે લગભગ 11 જેટલા કેસ નોંધાયેલા છે. તેને મુખ્તારની રિવોલ્વર વાઇફ તરીકે પણ ઓળખવામાં આવે છે. અફશાં ઘણા સમયથી ફરાર છે. યુપી પોલીસે તેના પર 75 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે.

Shah Jina