સમર્થકોની ભારે ભીડ વચ્ચે ખત્મ થઇ મુખ્તાર અંસારીના જનાજાની નમાજ, થોડીવારમાં કરાશે સુપુર્દ-એ-ખાક

ઉત્તર પ્રદેશના મઉના પૂર્વ ધારાસભ્ય અને માફિયા ડોન મુખ્તાર અંસારીનું ગુરુવારે મોત થયું હતુ. તેના મોતનું કારણ કાર્ડિયાક અરેસ્ટ જણાવવામાં આવી રહ્યુ છે. બાંદા મેડિકલ કોલેજમાં મુખ્તારનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ તેનો મૃતદેહ પુત્ર ઉમર અંસારીને સોંપવામાં આવ્યો હતો. મુખ્તારના મોત બાદ ગાઝીપુર અને મઉ સહિત સમગ્ર ઉત્તર પ્રદેશમાં હાઈ એલર્ટ છે. તમામ જિલ્લાઓમાં પોલીસે બંદોબસ્ત વધારી દીધો છે.

વાસ્તવમાં બાંદા જેલમાં મુખ્તાર અંસારીની તબિયત અચાનક બગડી હતી, જે બાદ તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થઈ હતું. સમર્થકોની ભારે ભીડ અને કડક સુરક્ષા વચ્ચે મુખ્તાર અંસારીની અંતિમયાત્રા કબ્રસ્તાન માટે રવાના થઈ હતી. જનાજાની નમાજ બાદ મુખ્તારના મૃતદેહને દફનાવવામાં આવશે.

મુખ્તાર અંસારીના અંતિમ સંસ્કાર દરમિયાન પરિવાર સિવાય કોઈને પણ કબ્રસ્તાનમાં જવા પર પ્રતિબંધ છે. પોલીસ પ્રશાસને સૂચના આપી છે કે પરિવાર સિવાય કોઈ સ્મશાનમાં જઈ શકશે નહીં. ભારે પોલીસ દળ ઘટનાસ્થળે હાજર છે, વધારાની ફોર્સ તૈનાત કરવામાં આવી છે અને પોલીસે આખા રસ્તા પર નાકાબંધી કરી દીધી છે.

પહેલા મુખ્તાર અંસારીના મૃતદેહ ગાઝીપુરના મોહમ્મદબાદ પહોંચ્યો હતો, જ્યાં મુખ્તાર અંસારીના ઘરની બહાર કેટલાક લોકોએ ‘મુખ્તાર અંસારી ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા. ગેંગસ્ટર-રાજકારણી સ્વર્ગસ્થ મોહમ્મદ શહાબુદ્દીનનો પુત્ર ઓસામા પણ મુખ્તાર અંસારીના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા ગાઝીપુર પહોંચ્યો છે. મુખ્તાર અંસારીની અંતિમયાત્રા આજે સવારે 9.30 વાગ્યા આસપાસ નીકળી હતી.

અંતિમયાત્રામાં સમર્થકોની ભારે ભીડ જોવા મળી, મુખ્તાર અંસારીના ઘરથી કબ્રસ્તાન સુધીનું 500 મીટરનું અંતર છે. કબ્રસ્તાનના પહેલા ઘરથી 200 મીટર દૂર આવેલા પ્રિન્સ હોલ મેદાનમાં અંતિમ સંસ્કારની નમાજ અદા કરવામાં આવી. આ પછી મૃતદેહને કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે. પોસ્ટમોર્ટમ બાદ મુખ્તારના મૃતદેહને શુક્રવારે સાંજે 4.45 કલાકે કડક સુરક્ષા હેઠળ 30 વાહનોના કાફલા સાથે ગાઝીપુર મોકલવામાં આવ્યો હતો.

રાત્રે લગભગ 1.12 વાગ્યે, મુખ્તારનો મૃતદેહ યુસુફપુરના નિવાસસ્થાન પહોંચ્યો. જણાવી દઈએ કે આજીવન કેદની સજા ભોગવી રહેલા મુખ્તાર અંસારીની ગુરુવારે રાત્રે તબિયત બગડતાં મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો અને રાત્રે 8.25 વાગ્યે તેનું અવસાન થયું. શુક્રવારે 3 ડોક્ટરોની પેનલ સહિત 5 લોકોની ટીમ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતું. પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં મૃત્યુનું કારણ હાર્ટ એટેક જણાવવામાં આવ્યું છે.

Shah Jina