મુકેશ અંબાણીની આટલી હાઈટેક સિક્યોરિટી, ખતરનાક ગાડીઓનો ચાલે છે કાફલો, સાથે હોય છે આટલા કમાન્ડો
દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી હંમેશા ચર્ચાઓમાં છવાયેલા રહે છે, ગઈકાલે જ તેમના ઘરની બહારથી એક સંદિગ્ધ કાર મળી આવી હતી, જેને લઈને અંબાણીની સુરક્ષાને લઈને પણ ઘણી ચર્ચાઓ ચાલી રહી છે.

મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહારથી જે સંદિગ્ધ કાર મળી હતી તેમાંથી એક ધમકી ભરેલો પત્ર પણ મળ્યો હતો. જેને લઈને પણ હવે મુકેશ અંબાણીની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તો આજે અમે તમને જણાવીએ કે તેમની સુરક્ષા પાછળ કેટલો ખર્ચ થાય છે.
મુકેશ અંબાણીને Z પલ્સ સુરક્ષા પહેલાથી જ મળેલી છે. જેનો એક મહિનાનો ખર્ચ 20 લાખ રૂપિયા છે. આ ખર્ચો મુકેશ અંબાણી જાતે જ ઉઠાવે છે. Z પલ્સ સુરક્ષા હોવાના કારણે મુકેશ અંબાણીની સુરક્ષામાં એક સમય ઉપર 55 સુરક્ષાકર્મીઓ હાજર હોય છે. જેમાં 10 એનએસજી અને એસપીજી કમાન્ડો સાથે બીજા પોલીસ કર્મીઓ પણ હોય છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે મુકેશ અંબાણી પાસે 170થી પણ વધારે કાર છે. એટલું જ નહીં એક કાર બીએમડબ્લ્યુ 760Li તો સંપૂર્ણ રીતે બુલેટપ્રુફ છે. જે તેમને કડક સુરક્ષા આપે છે. આ કારની કિંમત 8 કરોડ 50 લાખ રૂપિયા છે. આ કરની અંદર લેપટોપ, ટીવી સ્ક્રીન કોન્ફ્રન્સ સેન્ટર જેવી ઘણી જ સુવિધાઓ રહેલી છે. આ ઉપરાંત તેમની પાસે બેન્ટલે, રોલ્સ રોય, જેવી લક્ઝુરિયસ મોંઘી ગાડીઓ પણ છે.

તો મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીની સુરક્ષાની જો વાત કરવામાં આવે તો તેમને Y કેટેગરીની સુરક્ષા મળી છે. તેમની સુરક્ષામાં હથિયારો સાથે દસ સીઆરપીએફ કમાન્ડો હાજર રહે છે. નીતા અંબાણી દેશમાં ગમે ત્યાં જાય ત્યારે આ કમાન્ડો તેમની સુરક્ષા કરે છે.

મુકેશ અંબાણી માત્ર સરકારી સુવિધાઓના ભરોસે જ નથી બેસતા. તેમનું પોતાની પણ પ્રાઇવેટ પ્રોટેક્શન છે. જેમાં NSGના રિટાયર્ડ કર્મચારીઓ ઉપરાંત સેનાએ અને પેરામિલીટ્રી ફોર્સના રિટાયર્ડ જવાન પણ સામેલ છે. તે પોતાના ઘરની બહાર સુરક્ષા ઘેર વિના નથી નીકળતા. તેમની સાથે આખો કાફલો ચાલે છે.

એન્ટિલિયાના ધાબા ઉપર 3 હેલિપેડ છે જે ના ફક્ત અંબાણી પરિવારની સુવિધા માટે છે, પરંતુ કોઈપણ આપાતકાલિન પરિસ્થિતિમાં તરત જ ઘરની બહાર નીકળવા માટે પણ બનાવવામાં આવ્યા છે.