ભારતના સૌથી અમિર બિઝનેસમેન મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીના લગ્નને 35 વર્ષ પૂરા થઇ ચુક્યા છે. બંને વચ્ચેનો પ્રેમ ક્યારેય છુપાયો નથી. પરંતુ તમને ખબર છે કે મુકેશ અંબાણીના પ્રપોઝ કરવાની રીત પર નીતા અંબાણી પોતાનું દિલ હારી બેઠી હતી. જી, હાં તે જમાનામાં લવ મેરેજ કરવું મુશ્કિલ હતું તે સમયમાં મુકેશે નીતાને રસ્તાની વચ્ચે ઉભા રહીને પુછ્યું, શું તમે મારી સાથે લગ્ન કરશો? તો આવો મુકેશ અને નીતા અંબાણીની લવસ્ટોરી વિશે જાણીએ જેમાંથી આજકાલના છોકરાઓને પણ ટિપ્સ મળશે.
મનની વાત વ્યક્ત કરો
મુકેશ અંબાણીની આ વાતો સાંભળીને નીતા અંબાણી તેની આગળ એક શરત રાખી હતી, તે લગ્ન બાદ પણ તેને કામ કરવા દેશે…આ સાંભળીને મુકેશે તરત હા પાડી દીધી. પરંતુ આજકાલના છોકરાઓ તેનાથી અલગ કરે છે. છોકરાઓની સૌથી મોટી ખામી એ જ છે કે તે દિલ ખોલીને કોઇની સાથે વાત કરતા નથી. ટાઇમ પાસ કરી શકે છે પરંતુ પોતાનો પ્રેમનો વ્યક્ત કરવાનો હોય કે લગ્ન માટે પુછવાનું હોય ત્યારે પરસેવો છુટવા લાગે છે.
ડિનર માટે ઇનવાઇટ કરો
જો તમે પહેલા સારા મિત્રો છો તે તમે પોતાના ક્રશ સાથે ખૂબ સારો ટાઇમ વિતાવો તેને ડિનર માટે ઇનવાઇટ કરો. ડિનર વખતે વાત ચીત કરતાં કરતા જ પોતાના પ્રેમને વ્યક્ત કરો. પરંતુ તે સમયે ખાસ ધ્યાન રાખો કે તમારે ગભરાવાનું નથી.
ગીત દ્વારા કહો મનની વાત
જો તમને લાગે કે તમે તમારા મનની વાત કહી શકતા નથી. તો તેવા સમયે ગીત દ્વારા તમારા મનની વાત તમારા પાર્ટનર સુધી પહોંચે તેવુ કરો. એક રોમેન્ટિક ગીત તેને ડેડિકેટ કરો. તે ગીત તમે સીડી, મોબાઇલમાં વગાડી શકો છો. અથવા તમે ખુદ પણ ગાઇ શકો છો. ગીત શરુ થતા પહેલા તમારા પાર્ટનરને જણાવો કે આ ગીત ફક્ત તેના માટે જ છે, ગીતના શબ્દોમાં જે ભાવ છે તે પણ તમારા મનમાં રહેલી લાગણીને વ્યક્ત કરે છે.
લવલેટર પણ બેસ્ટ છે
છોકરીને સરપ્રાઇઝ ખૂબ જ ગમે છે. તેવામાં લવ લેટર તમને મદદ કરી શકે છે. જે વાત તમે બોલી શકતા નથી. તેને તમે લખી અને તમારા પાર્ટનર સુધી પહોંચતુ કરો. લવ લેટર સૌથી જુની પદ્ધતિ છે, પરંતુ તે સરળ છે. તમે ઇચ્છો તો સારો મેસેજ લખીને પણ મોકલી શકો છો.
વીડિયો દ્વારા કહી શકો છો
તમને લાગે છે કે મેસેજ કે લેટર દ્વારા તમે જે કહેવા માંગો છો. તે સ્પષ્ટ નહીં થાય કે તે તમારી ફિલિગ્સ નહીં સમજી શકે તો તમે તમારા પાર્ટનર માટે એક વીડિયો બનાવો, જેમાં તમે જે કહેવા માંગો છો. તે સંકોચ વિના કહી દો.
ફૂલ આપો
પ્રેમને વ્યક્ત કરો ત્યારે પાર્ટનરને ફૂલ જરુરથી આપો. તમે બુકે પણ આપી શકો છો. જો બુકે ન મળે તો એક નાનુ ફૂલ પણ ચોક્કસથી આપજો. તમારા પાર્ટનર ખુશ થશે સાથે તમારી લાગણીને માન આપશે.