મુકેશ અંબાણીના ડ્રાઇવરની મોટી સેલેરી જાણી તૂટી જશે તમારુ દિલ, બાપરે બાપ આટલો પગાર હોય ક્યાંય

દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દેશના જ નહિ પણ દુનિયાના 20 સૌથી અમીર લોકોની લિસ્ટમાં સામેલ છે. તેમની સંપત્તિ વિશે તો તમે ખૂબ વાંચ્યુ હશે, પણ શું તમે આ બિઝનેસમેનની ડ્રાઇવરની સેલેરી જાણો છો. અંબાણી પરિવાર ભારતમાં જ નહિ પણ પૂરી દુનિયામાં મશહૂર છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, થોડા સમય પહેલા એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વર્ષ 2017માં મુકેશ અંબાણીના પર્સનલ ડ્રાઇવરની સેલેરી 2 લાખ રૂપિયા મહિનો હતી.

લાઇવ મિંટના એક રીપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી હતી. આ રીતે અંબાણીના ડ્રાઇવરની વર્ષની સેલેરી 24 લાખ રૂપિયા થાય છે. આ સેલેરી મલ્ટીનેશનલ કંપનીઓમાં કામ કરનાર ઘણા પ્રોફેશનલ્સથી પણ વધારે છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે વર્ષ 2023માં મુકેશ અંબાણીના ડ્રાઇવરની સેલેરીનું શું પેકેજ છે. વર્ષ 2017 બાદ નિશ્ચિત રૂપથી સેલેરીમાં વધારો થયો હશે અને હવે એ વધીને એટલી થઇ ગઇ હશે કે મોટી મોટી કંપનીમાં કામ કરતા એમ્પ્લોય પણ શરમાઇ જાય.

એવું કહેવામાં આવે છે કે મુકેશ અંબાણીના ડ્રાઇવર્સને એક પ્રાઇવેટ કોન્ટ્રેક્ટિંગ ફર્મથી કામ પર રાખવામાં આવે છે. ડ્રાઇવિંગ સ્ટાફને અંબાણી પરિવારની શાનદાર લાઇફસ્ટાઇલના હિસાબે એક કઠિન ટ્રેનિંગમાંથી ગુજરવું પડે છે. આ ડ્રાઇવર્સને અંબાણીના બુલેટપ્રુફ વ્હીકલ ચલાવવાના હોય છે. આ માટે આ ડ્રાઇવર્સ કોમર્શિયલ અને લગ્ઝરી વ્હીકલ્સ ચલાવવામાં એક્સપર્ટ હોય છે. આ પ્રતિકુળ પરિસ્થિતિઓમાં નેવિગેટ કરવા અને ખરાબ રસ્તા પર ગાડી ચલાવવામાં કુશળ હોય છે. રીપોર્ટ્સ અનુસાર, અંબાણી પરિવારના રસોઇયા, ગાર્ડ્સ અને હાઉસકીપિંગ સ્ટાફને બીજા ભથ્થા અને ઇન્સ્યોરન્સ આપવામાં આવે છે.

ખાલી મુકેશ અંબાણી જ નહિ પણ ઘણી મોટી મોટી સેલિબ્રિટીઝના ડ્રાઇવર્સ અને બોડીગાર્ડ્સની સેલેરી ચર્ચામાં રહે છે. સલમાન ખાન અને અક્ષય કુમાર જેવા ઘણા સેલિબ્રિટી પોતાના બોડીગાર્ડ્સને કરોડોમાં પેમેન્ટ આપે છે. આ સિવાય કરીના કપૂરે તેના બાળકો માટે જે નૈની રાખી છે તેને તે 1.50 લાખ જેટલી સેલેરી આપે છે, જે ઓવરટાઇમ કરવા પર 1.75 લાખ સુધી પણ પહોંતે છે. ત્યાં સલમાન તેના બોડીગાર્ડ શેરાને વર્ષની 2 કરોડ સેલેરી આપે છે, જે સલમાન સાથે છેલ્લા 20 વર્ષોથી છે. ત્યાં અક્ષય કુમાર તેના બોડીગાર્ડને 1.2 કરોડ તો અમિતાભ બચ્ચન 1.5 કરોડ રૂપિયા બોડીગાર્ડને સેલેરી આપે છે.

Shah Jina