વધુ એક દિગ્ગજ અભિનેતાનું થયું હતું મૃત્યુ, હૃદયરોગ નો હુમલો આવ્યો- આઘાત લાગ્યો ફેન્સને

વર્ષ 2021 તો બહુ જ ખરાબ ગયું છે. સેકન્ડ લહેરમાં લાખો લોકોના સ્વજનો મૃત્યુ પામ્યા છે એવામાં સપ્ટેમ્બરની શરૂઆતમાં, બિગ બોસ 13 ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાએ આ દુનિયાને અલવિદા કહી દીધું.

40 વર્ષની ઉંમરે આ અભિનેતાના અચાનક અવસાનથી કરોડો ફેન્સ ચોંકી ઉઠ્યા હતા. પ્રશંસકો હજી સુધી સ્વર્ગસ્થ અભિનેતાના મૃત્યુના દુ:ખમાંથી બહાર આવ્યા નથી કે આ દરમિયાન એમટીવી લવ સ્કૂલ ફેમ જગનૂર અનેજાના મૃત્યુના સમાચારે બધાને હચમચાવી દીધા છે.

બૉલીવુડ અને ટીવી જગતમાંથી છેલ્લા થોડા સમયથી ખુબ જ દુઃખદ ખબર આવી રહી છે. ત્યારે હાલ પણ એક એવા જ દુઃખદ સમાચારથી ચાહકોના દિલ તૂટી ગયા છે. MTV લવ સ્કૂલ ફેમ જુગનૂર અનેજાનું હાલમાં નિધન થઇ ગયું છે. મીડિયા રિપોર્ટ અનુસાર જુગનૂર મિશ્ર ફરવા માટે ગયો હતો.

બુધવારના રોજ તેને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાના ફરવાનો એક વીડિયો પણ શેર કર્યો હતો. સોશિયલ મીડિયા ઉપર પણ તે પોતાના આ પ્રવાસની તસવીરો શેર કરતો હતો.

જુગનૂર અનેજાનું નિધન હૃદય રોગના હુમલાના કારણે થયું હોવાની ખબર મળી રહી છે. જગનુરના આમ અચાનક નિધનના કારણે ચાહકોને પણ ધ્રાસ્કો લાગ્યો છે. જગનુરના નિધનની હજુ વધુ જાણકારી સામે નથી આવી રહી.

પરંતુ સોશિયલ મીડિયા ઉપર સિતારાઓ અને ચાહકો તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. જુગનૂર મિશ્રમાં ફરી રહ્યો હતો, ત્યાંથી તેને જે વીડિયો ઇન્સ્ટાગ્રામ રીલની અંદર શેર કર્યો હતો તેમાં તે ખુબ જ ફિટ જોવા મળી રહ્યો હતો.

તમને જણાવી દઈએ કે જુગનૂર કરણ કુન્દ્રા અને અનુશા દાંડેકરના શો એમટીવી લવ સ્કૂલના સીઝન વન અને ટુમાં નજર આવી ચુક્યો છે. પહેલી સીઝનમાં જ તેને તેની ગર્લફ્રેન્ડ મનીષા સાથે ભાગ લીધો હતો.

પરંતુ બાદમાં આ બંનેનું બ્રેકઅપ થઇ ગયું હતું. મનીષા સાથે બ્રેકઅપ બાદ જુગનૂર મોનીકા સાથે રિલેશનશિપમાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે મોનીકા સાથે પણ તેનો સંબંધ લાંબો સમય સુધી ચાલ્યો નહોતો અને થોડા સમય બાદ મોનીકા અને જુગનૂર પણ અલગ થઇ ગયા હતા.

જોકે આ એક્ટરના અવસાન પછી ફેન્સ અને તેમના નજીકના પરિવારજનો તેમને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલી આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ અને ફેમસ ટેલિવિઝન અભિનેતા કરણ સિંહ છાબડાએ (Karan Singh Chhabra) પોતાના ઈન્સ્ટાગ્રામની સ્ટોરી પર પોસ્ટ શેર કરીને નિધન પર દુખ જતાવ્યું હતું.

તેમણે લખ્યું હતું કે મને નથી ખબર કે શું થયું.., આટલા જવાન અને ફિટ પરંતુ કાર્ડિયક અરેસ્ટ જિંદગીઓ લઈ રહી છે. થોડા ટાઈમ પહેલા તેને ઇન્સ્ટાગ્રામમાં એક રીલ વીડિયો શેર કર્યો હતો જેમાં તે ઇજિપ્તનું સુંદર પિરામિડ દેખાડતો જોવા મળ્યો હતો. વીડિયો અને આ તસ્વીરોમાં એક્ટર Jagnoor Aneja સંપૂર્ણપણે ફિટ દેખાતા હતા.

પિરામિડ સાથે ઉભેલા તેના રીલ વિડીયો પર, જગનૂરે કેપ્શન લખ્યું – જ્યારે મેં ગીઝાના મહાન પિરામિડ જોયા ત્યારે એક સ્વપ્ન સાકાર થયું. મારી બકેટ લિસ્ટમાં એક ઈચ્છા સાચી પડી. કોઈને ખબર ના હતી કે આ એક્ટરની છેલ્લી સફર હશે.

તેના બાકીના સપના કાયમ માટે અધૂરા રહેશે. જગનૂરના મૃત્યુના સમાચાર જાણીને ચાહકો, તેના પરિવારના સભ્યો અને સેલેબ્સ શોકમાં છે. જગનૂરના મૃત્યુ પર કોઈ વિશ્વાસ કરી શકતું નથી. તમને જણાવી દઈએ આ એક્ટરે એમટીવી લવ સ્કૂલની પ્રથમ અને બીજી સીઝનમાં ભાગ લીધો હતો.

જગનૂરે તેની પૂર્વ GF મોનિકા સાથેના સંબંધોને ઉકેલવા માટે શોમાં ભાગ લીધો હતો. પરંતુ તેમની વાત થઈ શકી નહીં અને બંનેનું બ્રેકઅપ થઈ ગયું. શોના અન્ય સ્પર્ધકે જગનૂરના જાતીય અભિગમ પર સવાલ ઉઠાવ્યા હતા અને તેને ગે કહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Jagnoor Aneja (@jagnoor_aneja)

Niraj Patel