મહેન્દ્ર સિંહ ધોનીએ ફરી એકવાર જીત્યા ચાહકોના દિલ, વ્યક્તિની ટી-શર્ટ પાછળ આપ્યો ઓટોગ્રાફ, વીડિયો વાયરલ થતા જ લોકો બોલ્યા…”દિલ જીતવામાં માહી…”

ક્રિકેટ જગતમાં પોતાની રમતના કારણે કરોડો લોકોના દિલ પર રાજ કરનારા ભારતીય ટીમના ભૂતપૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની ભલે આજે ક્રિકેટમાંથી નિવૃત્ત થઈને પોતાનું જીવન વિતાવી રહ્યો હોય પરંતુ તેના ઘણા એવા કામોથી તે આજે પણ ચાહકોના દિલ જીતતો રહે છે અને એટલે જ માહીના લાખો ચાહકો દુનિયાભરમાં ફેલાયેલા છે.

પોતાની રમત ઉપરાંત ધોની તેના અંગત જીવનને લઈને પણ હંમેશા ચર્ચામાં જાય છે. ધોનીની એક ઝલક મેળવવા માટે લોકો તલપાપડ થઇ જતા હોય છે. તો આ સાથે ઘણા વીડિયોમાં મહેન્દ્ર સિંહ ધોનીની સાદગી પણ જોવા મળે છે. મહેન્દ્ર સિંહ ધોની સામાન્ય પરિવારમાંથી આવીને આજે આલીશાન જીવન જીવી રહ્યો છે.

આટલી મોટી સેલિબ્રિટી હોવા છતાં પણ ધોનીને કોઈ વાતનું અભિમાન નથી, તે સામાન્ય માણસ સાથે પણ સામાન્ય થઈને જીવતો જોવા મળે છે. ઘણા વીડિયોમાં તમે જોયું હશે કે મહેન્દ્ર સિંહ ધોની જમીન પર બેઠો હોય છે અને ઘણીવાર તે સામાન્ય લારી પર મિત્રો સાથે ચા પીવાનો પણ આનંદ માણતો હોય છે, ત્યારે હાલ તેનો વધુ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રસ્તાની બાજુમાં મહેન્દ્ર સિંહ ધોનીનો એક ચાહક તેની પાસે ઓટોગ્રાફ માંગે છે અને પછી ધોની તેની ટી-શર્ટ પાછળ ઓટોગ્રાફ આપી રહ્યો છે. ત્યારે આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે લોકો પણ મહેન્દ્ર સિંહ ધોનીની આ સાદગીની પ્રસંશા કરતા જોવા મળ્યા છે.

Niraj Patel