ધોનીના નવા લુકથી મચી ખલબલી : સોશિયલ મીડિયામાં છવાયો નવો લુક, ચાહકો સાથે સાથે સેલેબ્સ પણ કરી રહ્યા છે પ્રશંસા

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ભલે જ અત્યારે ક્રિકેટના મેદાનથી દૂર છે, પરંતુ સોશિયલ મીડિયાથી લઇને ચાહકો વચ્ચે તે ચર્ચામાં રહે છે. હવે એકવાર ફરી કેપ્ટન કુલ ચર્ચામાં આવ્યા છે. આ વખતે તે તેમના નવા લુકને  લઇને સોશિયલ મીડિયા પર છવાઇ ગયા છે. સોશિયલ મીડિયા પર મહેન્દ્ર સિંહ ધોનીની નવી હેરસ્ટાઇલનો લુક વાયરલ થઇ રહ્યો છે.

ધોનીને નવી હેરસ્ટાઇલ આલિમ ખાને આપી છે, જે એક પોપ્યુલર હેર સ્ટાઇલિસ્ટ છે. ધોનીના હેરસ્ટાઇલ સાથે તેમની બિયર્ડને પણ નવો લુક આપવામાં આવ્યો છે. આલિમ ખાને ધોનીની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ધોનીના ચાહકોને આ લુક ઘણો પસંદ આવી રહ્યો છે.

ચાહકો સાથે સાથે ક્રિકેટર પણ તેમના નવા લુકની પ્રશંસા કરી રહ્યા છે. ધોનીના નવા હેરકટનું નામ છે ફોક્સ હોક. ધોનીએ આ દરમિયાન યલો ટીશર્ટ પહેરી છે અને તેની સાથે આલિમ ખાન પણ જોવા મળી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે, ધોનીએ આ મહિને 7 જુલાઇના રોજ તેનો 40મો જન્મદિવસ મનાવ્યો હતો. આ મોકા પર ક્રિકેટરથી લઇને બોલિવુડ સેલેબ્સ સુધી તેમને બધાએ જન્મદિવસની શુભકામના પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે, મહેન્દ્ર સિંહ ધોની ઇન્ટરનેશનલ ક્રિકેટતી રિટાયર થઇ ચૂક્યા છે. તે જલ્દી જ એકવાર ફરી ક્રિકેટના મેદાન પર જોવા મળશે. યુએઇમાં આઇપીએલના બીજા ભાગ માટે એમએસ ધોની જલ્દી જ ચેન્નાઇ સુપર કિંગ્સના કૈંપ સાથે જોડાશે.

Shah Jina