આંખો સામે ટ્રેન નીચે કપાઇ ગયો દીકરો , ટ્રેક પર જ રડવા લાગ્યા પિતા, ત્યારે બીજી ગાડીની ઝપેટમાં આવવાથી પિતાની પણ થઇ મોત

રાજય અને દેશમાંથી ઘણીવાર અકસ્માતના કિસ્સાઓ સામે આવતા રહેતા હોય છે અને ઘણીવાર એવું બનતુ હોય છે કોઇ કારણોસર ઘરમાં પરિવાર વચ્ચે ઝઘડો થાય અને ગુસ્સામાં કંઇ એવી ઘટના બની જતી હોય છે, જે આખા પરિવારને હચમચાવી નાખે છે. હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક દીકરો અને પિતાનું એક જ દિવસે મોત થઇ ગયુ અને પરિવારના માથે દુુખોનો પહાડ તૂટી પડ્યો. મધ્યપ્રદેશના હોશંગાબાદમાં એક ખૂબ જ દર્દનાક ઘટના સામે આવી, જ્યારે પિતાની નજર સામે જ તેનો પુત્ર ટ્રેનની અડફેટે આવી ગયો. પુત્રનું મોત જોઈ પિતા હોશ ભૂલી ગયા અને ટ્રેક પર જ રડવા લાગ્યા. આ દરમિયાન બીજી ટ્રેન આવી, જેમાં તે અથડાઈ ગયા, જેના કારણે તેમનું પણ ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.

તસ્વીર સૌજન્ય: દિવ્ય ભાસ્કર

આ ઘટના સાંભળીને બધા સ્તબ્ધ થઈ ગયા. આ કિસ્સો હોશંગાબાદ જિલ્લાના સુહાગપુર સ્થિત મારુપુરાનો છે. જ્યાં 36 વર્ષીય છોટેલાલ વિશ્વકર્મા કૌટુંબિક વિવાદના કારણે ઘરેથી ભાગી ગયો હતો. પરિવારથી નારાજ થઈને તે ઘર છોડીને થોડે દૂર આવેલા રેલવે ટ્રેક પર પહોંચી ગયો હતો.  ત્યારે પિતા મોહનલાલ તરત જ તે તેની પાછળ દોડ્યા. તે પુત્રને કોઈ રીતે રોકીને સમજાવીને ઘરે લાવવા માંગતા હતા. જોકે, પિતા મોહનલાલ પુત્ર પાસે પહોંચ્યા ત્યાં સુધીમાં અચાનક ટ્રેન આવી અને છોટેલાલને ટક્કર વાગી. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પિતાની નજર સામે આ ઘટના બની. તેઓ આઘાતમાં જતા રહ્યા હતા અને બેસુધ થઇ ગયા હતા. તે પુત્રની લાશ પાસે પહોંચ્યા અને રેલવે ટ્રેક પર જ રડવા લાગ્યા. તેઓને કંઈ સમજાયું નહીં. આ દરમિયાન બીજી ટ્રેન આવી, પરંતુ પુત્રના દુઃખમાં પિતા કંઈ જ સમજી શક્યા નહિ અને તેઓ પણ ટ્રેનની અડફેટે આવી ગયા.

તસ્વીર સૌજન્ય: દિવ્ય ભાસ્કર

મીડિયા રીપોર્ટ અનુસાર સોહાગપુરમાં મોહનલાલ વિશ્વકર્માની ફર્નિચરની દુકાન છે જેમાં તેમનો એક પુત્ર છોટેલાલ પણ કામ કરતો હતો. મોહનલાલનો બીજો પુત્ર નારાયણ પણ હોશંગાબાદમાં ફર્નિચરની દુકાન ચલાવે છે. છોટેલાલ તેના પિતા સાથે સોહાગપુરમાં રહેતા હતા અને તેમને બે પુત્રો છે. દીકરાની મોત બાદ તેઓ રેલ્વે ટ્રેક પર બેસી રડતા હતા ત્યારે મોહનલાલના રડવાનો અવાજ સાંભળીને મોહનલાલના કાકા ગુડ્ડુ અને રાધેશ્યામ વિશ્વકર્મા ત્યાં પહોંચ્યા ત્યારે મોહનલાલ માથું પકડીને બેઠા હતા. છોટેલાલની લાશ રેલ્વે લાઇન પર પડી હતી. જ્યારે તેઓ મોહનલાલની નજીક પહોંચ્યા, તે દરમિયાન એક ટ્રેન ખૂબ જ ઝડપે આવી અને મોહનલાલને પોતાની પકડમાં લઈ જતી રહી.

તસ્વીર સૌજન્ય: દિવ્ય ભાસ્કર

રાધે શ્યામ અને ગુડ્ડુ મોહનલાલને ઈજાગ્રસ્ત હાલતમાં સામુદાયિક આરોગ્ય કેન્દ્ર લઈ ગયા, પરંતુ ત્યાં સુધીમાં તેણે જીવ ગુમાવ્યો હતો. પોલીસે પોસ્ટમોર્ટમ બાદ મોહનલાલ અને છોટેલાલના મૃતદેહ સંબંધીઓને સોંપ્યા હતા. શુક્રવારે પરિવારજનોએ નર્મદા નદીના કિનારે પિતા-પુત્રના અંતિમ સંસ્કાર કર્યા હતા.

Shah Jina