હજી પણ નથી થમ્યું મૌની રોય-સૂરજનું હનીમૂન, હવે પતિના ખોળામાં બેસીને ગરમાગરમ રોમાન્સ કરતી દેખાઈ

ટીવી જગતથી લઈને બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પોતાનો ડંકો વગાડનારી અભિનેત્રી મૌની રોયે જાન્યુઆરી મહિનામાં બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા હતા. મૌની ઇન્ડસ્ટ્રીની સૌથી દમદાર અભિનેત્રીમાંની એક છે. મૌની પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ બંનેને લીધે ચર્ચામાં બનેલી રહે છે. ટીવીની નાગિન તરીકે જાણીતી મૌની લગ્ન પછી શ્રીલંકા હનીમુન પર પહોંચી હતી. મૌનીએ પોતાના હનીમૂનની તસવીરો પણ શેર કરી હતી જેને ચાહકોએ ખુબ પસંદ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Telly.bolly (@telly.bollyspynews)

એવામાં હવે મૌની શ્રીલંકામાં હનીમૂન મનાવીને પતિ સાથે દુબઈમાં પહોંચી છે અને ક્વોલિટી ટાઈમ પસાર કરી રહી છે. દુબઈની અમુક તસવીરો પણ સામે આવી છે જેમાં મૌની પતિના ખોળામાં બેસીને ચીલ કરતી દેખાઈ રહી છે. તસવીરમાં મૌની ખુબ જ ખુશ દેખાઈ રહી છે અને તેની ક્યૂટ સ્માઈલ પર ચાહકો ફિદા થઈ રહ્યા છે.

એક તસવીરમાં મૌની અને સૂરજની સાથે મનમીત સિંહ પણ દેખાઈ રહ્યા છે. જ્યા એક તરફ મૌની પતિના ખોળામાં બેસીને પોઝ આપી રહી છે અને બીજી તરફ સુરજે હાથમાં બોટલ પકડી રાખી છે.અન્ય એક તસ્વીરમાં મૌની ખુરશી પર બેઠેલી છે. આ સમયે મૌનીએ બ્રાઉન ટોપ અને ચેક્ડ સ્કર્ટ પહેરી રાખ્યું છે જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. જ્યારે સૂરજ વ્હાઇટ ટી-શર્ટ અને જીન્સમાં ખુબજ હેન્ડસમ લાગી રહ્યો છે. નવવિવાહિત જોડીની આ રોમેન્ટિક તસવીરો ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by ETimes TV (@etimes_tv)

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, મૌની અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ જોવા મળશે. આ સિવાય અમિતાભ બચ્ચન પણ ફિલ્મમાં ખાસ કિરદારમાં જોવા મળશે.આ સિવાય મૌની DID લિટલ માસ્ટર્સના સીઝન-5માં પણ જજની ભૂમિકામાં જોવા મળશે.

Krishna Patel