ટીવીની મોટી અભિનેત્રીએ હોટલની બહાર પૈસા માગનારી બે મહિલાઓને ગળે લગાડી, કહ્યું કે સોરી મારી પાસે….

ભિખારીને જોઈને ટીવીની સૌથી ફેમસ અભિનેત્રીએ આ શું કર્યું, જોતા જ બોલી કે સોરી મારી પાસે પૈસા….

મૌની રોયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં તે બે માંગવાવાળી મહિલાઓને ગળે લગાવતી જોવા મળી રહી છે. આ વીડિયો પર લોકો મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. મોટાભાગના લોકોએ મૌનીના વખાણ કર્યા છે. આ વીડિયો રેસ્ટોરન્ટની બહારનો હોય તેમ લાગી રહ્યુ છે. જ્યારે તે જમવા માટે નીકળી ત્યારે મહિલાઓએ તેને કહ્યુ- તમે જે પણ આપો એ દિલથી આપો, આના પર મૌનીએ આગળ વધીને તેને ગળે લગાવી. જો કે મૌનીએ તેને કહ્યું કે સોરી, અત્યારે પૈસા નથી. મૌની મહિલાઓને ખૂબ જ પ્રેમથી મળી, જેનાથી તેઓ ખૂબ ખુશ થઇ હતી.

મૌની રોય તેના પતિ સૂરજ નામ્બિયાર સાથે ડિનર ડેટ પર સ્પોટ થઇ ત્યારે તે રેસ્ટોરન્ટમાંથી બહાર આવી તો કેટલીક મહિલાઓ તેની પાસે પૈસા માંગવા લાગી. મૌનીએ કહ્યું, મારી પાસે અત્યારે પૈસા નથી, સોરી. બંને મહિલાઓને એક-એક બાળક હતું. મૌનીએ પણ બાળકોને પ્રેમ કરતા કહ્યું, બેબી ખૂબ જ સુંદર છે. મૌનીના આ વીડિયો પર લોકો કમેન્ટ કરી રહ્યા છે. ઘણા લોકોએ મૌની માટે હાર્ટ ઇમોજીસ બનાવ્યા છે. એકે લખ્યું છે, મૌની રોય માટે આદર. બીજાએ લખ્યું, મૌની રોય ખૂબ જ દયાળુ છે.

કેટલાક લોકોએ તો ટ્રોલ કરતા કહ્યુ કે- આ બધું પબ્લિસિટી માટે છે. ત્યાંલુકની વાત કરીએ તો, મૌની રોયે આ આઉટિંગ દરમિયાન બ્લેક-વ્હાઇટ પારદર્શક બેકલે ડ્રેસ પહેર્યો હતો. તે આ આઉટફિટમાં ઘણી સુંદર લાગી રહી હતી. જણાવી દઇએ કે, મૌની રોયે આ વર્ષે જાન્યુઆરીમાં સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન સમારોહમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રોએ જ હાજરી આપી હતી. મૌની રોય અને સૂરજ લગ્ન પહેલા એકબીજાને ડેટ કરી ચૂક્યા છે. બંને ઘણા વર્ષોથી રિલેશનશિપમાં હતા. આ પછી બંનેએ સાત ફેરા લીધા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જ્યારથી બંનેના લગ્ન થયા છે ત્યારથી બંને સોશિયલ મીડિયા પર કપલ ગોલ આપતા જોવા મળે છે. સૂરજ એક બિઝનેસમેન છે. તે દુબઈ સ્થિત ઈન્વેસ્ટમેન્ટ બેન્કર પણ છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, મૌની એક પ્રખ્યાત ટીવી અભિનેત્રી છે અને હવે તે ફિલ્મોમાં પણ કામ કરે છે. તે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. મૌની રોય ટીવી સિરિયલો અને ફિલ્મો સિવાય રિયાલિટી શોનો ભાગ રહી ચુકી છે.તે હાલમાં જ DID લિટલ માસ્ટર્સમાં જોવા મળી હતી.

Shah Jina