ફ્લોરલ ડ્રેસમાં મૌની રોય, ચાહકોએ પૂછયું- બટર ફ્લાય બનીને તુ કેવી રીતે આવે છે
ટીવીથી લઇને બોલિવુડ સુધી તેની ખૂબસરતી, ગ્લેમરસ અને અભિનયના દમ પર લોકો દિલ પર રાજ કરનારી અભિનેત્રી મૌની રોય હાલમાં જ મુંબઇમાં સ્પોટ થઇ હતી. આ દરમિયાન મૌની ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી.
મૌની રોય પોતાની સટાઇલ અને ખૂબસુરતીને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. મૌની સોશિયલ મીડયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર-નવાર ચાહકો સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
ચાહકોને મૌની રોયની તસવીરો ખૂબ જ પસંદ આવે છે અને આ જ કારણ છે કે, મૌની રોયની તસવીર સોશિયલ મીડિયા પર આવતા જ જોતજોતામાં વાયરલ થઇ જાય છે.
મૌની રોય હાલમાં જ મુંબઇમાં ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં સ્પોટ થઇ હતી. તેણે બ્લેક કલરનો જંપસૂટ પહેર્યો હતો. તેના પર ફ્લોરલ પ્રિન્ટ હતી. જે તેને એટ્રેક્ટિવ બનાવી રહી હતી.
મૌની રોયે પેપરાજીને ઘણા પોઝ આપ્યા હતા. મૌની એ તેના આ લુકને કમ્પલિટ કરવા માટે બ્લેક કલરની સ્ટ્રેપ હિલ્સ પહેરી હતી. આ સાથે જ તેણે પર્સ પણ કેરી કર્યુ હતું.
તમને જણાવી દઇએ કે, ટીવી સિરિયલ “નાગિન”થી પોપ્યુર થયેલી અભિનેત્રી મૌની રોય “ગોલ્ડ” અને “મેડ ઇન ચાઇના” જેવી ફિલ્મોમાં જોવા મળી છે.
મૌની રોય જલ્દી જ ફિલ્મ “બ્રહમાસ્ત્ર”માં નજરે પડશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા જેવા અનેક મોટા સ્ટાર્સ જોવા મળશે.