નાના પડદાથી બોલિવૂડ તરફ વળેલી મૌની રોય આ દિવસોમાં સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ છવાયેલી છે. તેણે તાજેતરમાં તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે સાત ફેરા લીધા. મૌની અને સૂરજે 27 જાન્યુઆરીએ મલયાલી અને બંગાળી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. આ દરમિયાન અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી હતી.
ત્યારથી, મૌની સોશિયલ મીડિયા પર સતત લગ્નના ફોટા શેર કરી રહી છે. હવે મૌની તેના હનીમૂન માટે રવાના થઈ ગઈ છે. અભિનેત્રી તેના પતિ સાથે સ્વર્ગમાં ફરવા ગઈ છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર સુંદર તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તે બર્ફીલા મેદાનોમાં એન્જોય કરતી જોવા મળી રહી છે.
મૌની રોય પતિ સૂરજ નામ્બિયાર સાથે હનીમૂન ટ્રિપ પર છે. મૌની અને સૂરજે તેમની હનીમૂન ટ્રીપની ઘણી શાનદાર તસવીરો શેર કરી છે, જેમાં બંને સફેદ બરફની ચાદરનો આનંદ લેતા જોવા મળી રહ્યા છે. લગ્ન પછી, જ્યાં મોટાભાગના સેલિબ્રિટી કપલ્સ હનીમૂન માટે વિદેશ જાય છે, ત્યાં મૌની અને સૂરજે કાશ્મીર પસંદ કર્યું, જેને આ ધરતીનું સ્વર્ગ પણ કહેવામાં આવે છે.
આ તસવીરોમાં મૌની રોય અને સૂરજ નામ્બિયાર આકાશમાંથી પડી રહેલા બરફની મજા લેતા જોવા મળી રહ્યા છે. બધી તસવીરોમાં દરેક જગ્યાએ બરફ દેખાઈ રહ્યો છે, પછી તે ઘર હોય કે ઊંચા વૃક્ષો, બધે બરફ જ દેખાઈ રહ્યો છે. મૌની રોયે ઘણી તસવીરો શેર કરી છે. મૌની જે હોટલમાં રોકાઈ રહી છે,તેના રૂમની બાલ્કનીમાંથી, કાશ્મીરની સુંદર ખીણોની ઝલક સ્પષ્ટપણે જોઈ શકાય છે.
મૌનીએ તેના હોટલના રૂમ અને બાલ્કનીની ઘણી તસવીરો શેર કરી છે. ઠંડીથી બચવા માટે મૌનીએ ફુલ લેન્થ બૂટ પહેર્યા છે. સૂરજ નામ્બિયારે તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો પણ શેર કરી છે.આ તસવીરોમાં બંને બરફ પર બાઇક રાઇડની મજા લેતા જોવા મળે છે. મૌની વાદળોના ઠંડા પવનો વચ્ચે પુસ્તકો વાંચીને તેના દિવસની શરૂઆત કરી રહી છે.
જે તસવીરો સામે આવી છે તેમાં જોઈ શકાય છે કે મૌની તેના પાર્ટનર સાથે રોમેન્ટિક મૂડમાં જોવા મળી રહી છે. ખાસ વાત એ છે કે મૌનીના ચહેરા પર એક અલગ જ ચમક જોવા મળી રહી છે. ફોટામાં તે હોટલના રૂમની બાલ્કનીમાં બેઠેલી જોવા મળી રહી છે. બેકગ્રાઉન્ડમાં કાશ્મીરના બર્ફીલા મેદાનોનો સુંદર નજારો પણ દેખાય છે.
મૌનીએ ફોટામાં માત્ર બાલ્કની જ નહીં પરંતુ બેડરૂમની પણ ઝલક દેખાડી છે. તે બેડ પર પોતાની સુંદરતા અલગ અલગ રીતે ફેલાવતી જોવા મળે છે. મૌનીનું સ્મિત તમારું દિલ જીતી લેશે. આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ પર થોડા જ સમયમાં લાખો લાઈક્સ આવી ગઇ છે. ચાહકોની સાથે તમામ યુઝર્સ મૌનીની સુંદરતાના વખાણ કરી રહ્યા છે.
મૌની રોય ઘણીવાર તેની સ્ટાઇલિશ અદાઓના કારણે હેડલાઇન્સમાં રહે છે. અભિનેત્રીએ જે હનીમુનની તસવીરો શેર કરી છે તેમાંથી તે કેટલીક તસવીરોમાં બ્રાઉન હાઇનેક અને બ્લેક ઓવરકોટમાં જોવા મળી હતી, જેમાં તેનો લુક ખૂબ જ ગજબનો હતો. મૌની રોયે પતિ સૂરજ નામ્બિયાર સાથે પોઝ આપવા માટે કોઈ કસર છોડી નથી. એક ફોટોમાં મૌની રોય અને સૂરજ નામ્બિયાર સ્નો બાઇકિંગની મજા લેતા જોવા મળ્યા હતા.
ફોટોમાં જ્યાં એક્ટ્રેસ પીળા રંગની બાઇક પર જોવા મળી હતી, તો તેનો પતિ બ્લેક બાઇક પર બેઠો જોવા મળ્યો હતો.મૌની રોયે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી બેડરૂમની તસવીરો પણ શેર કરી હતી, જેમાં અભિનેત્રી બેડ પર પોઝ આપતી જોવા મળી હતી. તેના આ ફોટોએ લોકોનું ઘણું ધ્યાન ખેંચ્યું હતું.
મૌની રોય અને સૂરજ નામ્બિયારે ગયા મહિને 27 જાન્યુઆરીએ લગ્ન કર્યા હતા. તેમના લગ્નમાં પરિવાર અને ઇન્ડસ્ટ્રીના કેટલાક નજીકના મિત્રોએ હાજરી આપી હતી.મૌની રોય અને સૂરજ નામ્બિયારની પહેલી મુલાકાત દુબઈમાં થઈ હતી. આ પછી બંને એકબીજાના મિત્રો બની ગયા અને અહીંથી તેમના પ્રેમપ્રકરણની શરૂઆત થઈ.