બિલ્ડિંગમાં ત્રીજા માળે અચાનક લાગી આગ, 4 બાળકોને બચાવવા માટે માતાએ જે કર્યું છે એ જોઈને તમે પણ ભાવુક થઇ જશો, જુઓ વીડિયો

કહેવાય છે કે માતાનું સ્થાન ભગવાન કરતા પણ આગળ હોય છે, તે પોતાના સંતાનો માટે કંઈપણ કરી શકે છે. જેના ઘણા ઉદાહરણો પણ આપણે જોયા હશે, હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં એક મા પોતાના બાળકોને બચાવવા માટે એક અનોખું પગલું ભરે છે.

આ સમગ્ર મામલો તુર્કીના ઈસ્તાંબુલનો છે. જ્યાં એક ઇમારતની અંદર આગ લાગવા બાદ તેમાં બાળકો સાથે ફસાયેલી એક માએ બધા જ બાળકોને બચાવવા માટે તેમને ત્રીજા માળેની બારીએથી નીચે ફેંકી દીધા.

આ વીડિયોને ટ્વીટર યુઝર્સ DailySabah દ્વારા શેર કરવામાં આવ્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે આ ઘટના બુધવારે ઈસ્તાંબુલના એસેલર જિલ્લામાં બન્યો. અહીંયા એક 5 માલની ઇમારતમાં આગ લાગી ગઈ, જેના ચોથા માલ ઉપર ચાર બાળકો સાથે ફસાયેલી એક મહિલાએ બાળકોને બચાવવા માટે તેમને એક એક કરીને બારીમાંથી નીચે ફેંકી દીધા, જેમને નીચે ઉભેલા લોકોની મદદથી સુરક્ષિત રીતે કેચ કરી લેવામાં આવ્યા હતા.

તો આ ઘટના બાદ સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે બાળકો અને તેમની માતા ઠીક છે. ઘટના સ્થળે હાજર રહેલા એક વ્યક્તિએ જણાવ્યું કે, “પહેલા બિલ્ડીંગમાંથી કાળો ધુમાડો આવાનો શરૂ થયો અને પછી બારીમાંથી બાળકોના બૂમો પાડવાનો અવાજ આવવા લાગ્યો. અમે ધાબળો ફેલાવ્યો અને મહિલાએ ત્રીજા માળેથી ચારેય બાળકોને એક એક કરીને નીચે ફેંક્યા. જેમને અમે ધાબળાની મદદથી કેચ કરી લીધા. ત્યારબાદ આગને ફાયરબ્રિગેડ દ્વારા બુઝાવી દેવામાં આવી.

હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને આ બહાદુર માતાની પણ લોકો પ્રસંશા કરી રહ્યા છે. ખરેખર એક મા પોતાના સંતાનો માટે કંઈપણ કરી શકે છે. જુઓ તમે પણ આ વીડિયોમાં

Niraj Patel