બેરહેમ માતાએ 9 મહિનાના માસૂમ બાળકને નિર્દયતાથી માર્યો માર, બેડ પર પછાળી, પેટમાં માર્યા મુક્કા- જુઓ વિચલિત કરી દે તેવો વીડિયો

ગુજરાતના સુરતમાંથી ગત ફેબ્રુઆરી માસમાં એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો હતો. રાંદેર પાલનપુર પાટિયા હિમગિરિ સોસાયટીમાં શિક્ષકના 8 માસના બે ટ્વિન્સ બાળકોને સાચવવા માટે જે કેરટેકરે રાખવામાં આવી હતી તેણે વ્યક્તિગત ગુસ્સો માસૂમ બાળક પર કાઢી નાખ્યો હતો. તેણે 5 મિનિટ સુધી એક બાળકને પલંગ પર 4થી 5 વાર પછાડી, કાન મચેડી નાખ્યા હતા અને પાટ પર જ ફેંકીને માર માર્યો હતો, જેને કારણે બાળક બેભાન થઈ ગયું હતું. જે બાદ કેરટેકરે બાળકનાં માતા-પિતાને જાણ કરી.

માતા-પિતા બાળકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો અને જયાં સારવારમાં સામે આવ્યુ કે, તેને માથામાં ઈજા થતાં બ્રેન હેમરેજ થયુ.ત્યારે હાલ નાનકડા બાળકને માર માર્યાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં મહિલા તેના 9 મહિનાના બાળકને નિર્દયતાથી મારતી જોવા મળી રહી છે. તે બાળકને બેડ પર ફેંકી રહી હતી અને બાળક રડી રહ્યું હતું. આ વીડિયો એટલો ભયાનક છે કે તમે તેને જોઈને ચોંકી જશો.

આ વીડિયોમાં બાળક રડતો જોવા મળી રહ્યો છે. મહિલા તેને ચૂપ કરે છે, પરંતુ તે ચૂપ ન થતા મહિલા તેને ખૂબ મારી રહી છે. તે તેના ચહેરા પર થપ્પડ મારે છે. તેને ઉપાડી અને બેડ પર પછાડી રહી છે. ઉલ્લેખનીય છે કે, વીડિયોમાં તેની સામે બીજી એક મહિલા પણ બેઠેલી જોવા મળે છે, જે તેને રોકી શકતી નથી.

વીડિયો બનાવનાર વ્યક્તિ પણ રૂમમાં હાજર છે. બાળકીને મારવાનો વીડિયો વાયરલ થયા બાદ લોકોએ આકરી પ્રતિક્રિયા આપી અને આરોપી મહિલાની ધરપકડની માંગ કરી. વાયરલ વીડિયોની સત્યતા જાણ્યા બાદ પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી હતી. આ વીડિયો જમ્મુ કાશ્મીરમાંથી સામે આવ્યો છે. જમ્મુ-કાશ્મીર પોલીસે વાયરલ વીડિયોના આધારે સાંબા જિલ્લામાંથી એક મહિલાની ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર નવ મહિનાના બાળકને માર મારવાના આ વીડિયોમાં માતા બાળકને તેને એક પછી એક થપ્પડ મારી રહી છે. આ દરમિયાન તે પેટ પર પણ ઘણા મુક્કા મારે છે. આ વીડિયો વિશે કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાનો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો એક મહિના પહેલા જમ્મુમાં બનાવવામાં આવ્યો હતો અને આરોપી મહિલા સાંબાના વિજયપુર વિસ્તારની ડાગોર પંચાયતની રહેવાસી છે.

Shah Jina