મમ્મીએ પોતાના બાળકને દવા પીવડાવવા માટે લગાવ્યો એવો ગજબનો જુગાડ કે હેરાન રહી ગયા યુઝર્સ, પરંતુ દીકરાએ કર્યું એવું કે જોઈને શોક લાગશે, જુઓ વીડિયો

આપણા દેશની અંદર કોઈ પણ સમસ્યા માટે કોઈને કોઈ જુગાડ તો મળી જ જતો હોય છે, આપણું અનુકરણ કરીને બીજા ઘણા દેશના લોકો પણ જુગાડ શીખી લેતા હોય છે, પરંતુ મમ્મી એક એવી વ્યક્તિ છે જેની પાસે દુનિયાની તમામ સમસ્યાઓના સમાધાન મળી જશે. જયારે બાળક દવા પીવા માટે આનાકાની કરતું હોય છે, ત્યારે મમ્મી ગજબના જુગાડ કરતી હોય છે, આપણને પણ મમ્મીએ ઘણી વાર જુગાડ કરીને દવા પીવડાવી હશે.

હાલ સોશિયલ મીડિયામાં એક એવા જ જુગાડનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં એક માતા પોતાના બાળકને દવા આપવાનો પૂરો પ્રયાસ કરી રહી છે. બાળક પહેલા માતાના જુગાડમાં ફસાઈ જાય છે. પરંતુ જ્યારે તેને ખબર પડે છે ત્યારે તે ખૂબ જ ફની રિએક્શન આપે છે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક માતા પોતાના બાળકને દવા આપવાની છે.

બાળકોને સામાન્ય રીતે નાની ઉંમરે દવા ગમતી નથી. બિલકુલ આવું જ વિડિયોમાં બાળક સાથે બને છે. તે દવાને ભાવ પણ આપતો નથી. આવી સ્થિતિમાં માતાએ દિમાગ લગાવીને જ્યુસનું પેકેટ કાપીને તેમાં દવાની બોટલ ફીટ કરી દીધી. તેમાં સ્ટ્રો પણ નાખી. બાળક માતાના ઘરેલું જુગાડમાં ફસાઈ જાય છે. તે ખુશીથી આવે છે અને દવાને જ્યુસ સમજી પીવે છે.

દવા પીતી વખતે બાળક સમજે છે કે જ્યુસના નામે કંઈક બીજું આપવામાં આવી રહ્યું છે. તે તરત જ સ્ટ્રો છોડીને પાછો જાય છે અને મોં બગાડીને ખૂબ જ રમુજી પ્રતિક્રિયા આપે છે. લોકો બાળકની પ્રતિક્રિયાને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવ્યો છે. સાથે જ આ વીડિયોને હજારો લોકોએ લાઈક પણ કર્યો છે. તેમજ કોમેન્ટ સેક્શનમાં લોકો માતાના જુગાડના વખાણ કરી રહ્યા છે.

Niraj Patel