સુરત અડાજણની હોસ્પિટલમાં જોડિયા બાળકને જન્મ આપી માતા થઇ ફરાર, પૂછપરછમાં ચોંકાવનારી બાબત સામે આવી

સુરતમાં એક મહિલાએ બે જોડિયા બાળકોને જન્મ આપી બાળકોને હોસ્પિટલમાં જ છોડીને ભાગી ગઈ અને બીજા દિવસે જે થયું એ ખુબ જ દુઃખદ છે

સુરતની હોસ્પિટલમાંથી કેટલાક દિવસ અગાઉ એક માતાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો અને તે બાદ બાળકોને નવી સિવિલ હોસ્પિટલમાં તરછોડી જતી રહી હતી. ત્યારે તે તેના બાળકોની યાદ આવતા સિવિલ પરત ફરી હતી. તેના એક બાળકનું રવિવારના રોજ મોત થયુ હતુ ત્યારે બાદમાં બીજા બાળકનું પણ સારવાર દરમિયાન મોત થયુ હતુ. ફૂલ જેવા નવજાત બાળકોને મૂકી માતા ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી હતી. ઉલ્લેખનીય છે કે, ગત તારીખ 15ના રોજ મોડી રાત્રે અડાજણ ખાતે હરિ ચંપા પાસે ઝુપડપટ્ટીમાં રહેતી રેણુ વણઝારાએ નવી સિવિલ હોસ્પિટલમાં પ્રસુતિ થતા બે બાળકોને જન્મ આપ્યો હતો. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે.)

ત્યારે 16 તારીખના રોજ તે અચાનક તેના બોળકાને મૂકી ગાયબ થઇ ગઇ હતી. આ બાબતને લઇને ખટોદરા પોલિસમાં જાણ પણ કરવામાં આવી હતી. અચાનક તેને પોતાના બાળકોની યાદ આવતા તે 17 તારીખના રોજ સિવિલમાં આવી અને પૂછપરછ કરતા જણાવ્યું હતું કે ઘર પાસે આવેલા શૌચાલયમાં તે ન્હાવા માટે ગઈ હતી અને પછી તેને દુઃખાવો થતાં ઘર પાસે જ બંધ દુકાન જે હતી તેની સામે સુઈ ગઈ હતી.

તેના એક બાળકનું સિવિલમાં સારવાર દરમિયાન રવિવારે સાંજે મોત થયુ હતુ અને બીજા બાળકનું પણ મોત નીપજ્યું હતું. તેણે એક છોકરો અને એક છોકરીને જન્મ આપ્યો હતો. બાળકનું વજન 1.4 કિલોગ્રામ હોવાથી તેને એનઆઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે બાળકીનું વજન 1.9 કિલોગ્રામ હોવાથી તેને તેની માતા સાથે જ રાખવામાં આવી હતી. ગુરુવારે જ્યારે એનઆઈસીયુ વોર્ડના તબીબ બાળકને સ્તનપાન માટે તેની માતા એટલે કે રેણુને શોધવા ગયા ત્યારે તે વોર્ડમાં હતી નહિ અને તેની નવજાત બાળકી પણ ત્યાં એકલી હતી.

ડોક્ટરો સહિતના સ્ટાફે રેણુની શોધખોળ કરી પરંતુ તે ક્યાંય મળી નહિ. આ બાબતની જાણ એનઆઈસીયુ વોર્ડના ડોક્ટર દ્વારા પોલીસમાં કરવામાં આવી હતી. જો કે, બીજા દિવસે સવારે 11 વાગ્યા આસપાસ રેણુ પોતે હોસ્પિટલ પરત ફરી હતી. આ દરમિયાન તેણે એવું જણાવ્યુ હતુ કે, તે ઘરે નાહવા માટે ગઈ હતી.

Shah Jina