મશહૂર બોલિવુડ એક્ટર સાજિદ ખાનનું કેન્સરને કારણે નિધન, બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં ફેલાયો માતમ

કેન્સરથી જંગ હારી ગયા બોલિવુડ એક્ટર સાજિદ ખાન, 70 વર્ષની ઉંમરે લીધા છેલ્લા શ્વાસ

બોલિવૂડમાંથી હાલમાં જ એક દુખદ સમાચાર આવ્યા, એક્ટર સાજિદ ખાનનું અવસાન થયું. તેઓ લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા. અભિનેતા સાજિદ ખાને મહેબૂબ ખાનની ‘મધર ઈન્ડિયા’માં સુનીલ દત્તના બિરજુનું યુવા સંસ્કરણ ભજવ્યું હતું અને બાદમાં ‘માયા’ અને ‘ધ સિંગિંગ ફિલિપિના’ જેવા આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સથી ખ્યાતિ મેળવી હતી.

બોલિવુડ એક્ટર સાજિદ ખાનનું કેન્સરને કારણે નિધન

અભિનેતા સાજિદે 70 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. અભિનેતાને કેરળના અલપ્પુઝામાં કાયમકુલમ ટાઉન જુમા મસ્જિદમાં દફનાવવામાં આવ્યા. ‘મધર ઈન્ડિયા’ પછી સાજિદે સન ઑફ ઈન્ડિયામાં રોલ કર્યો હતો. તેમને માયામાં પોતાની ભૂમિકા સાથે એક કિશોર આદર્શના રૂપમાં વિશ્વમાં સ્ટારડમ મળ્યુ, અભિનેતાના પુત્ર સમીરે કહ્યું, ‘તે છેલ્લા કેટલાક સમયથી કેન્સરથી પીડિત હતા. સમીરના કહેવા પ્રમાણે, તેના પિતા તેની બીજી પત્ની સાથે કેરળમાં રહેતા હતા.

70 વર્ષની ઉંમરે લીધા છેલ્લા શ્વાસ

તેણે આગળ કહ્યુ- મારા પિતાને રાજકુમાર પીતામ્બર રાણા અને સુનિતા પીતામ્બરે દત્તક લીધા હતા અને ફિલ્મ નિર્માતા મહેબૂબ ખાને પાલન-પોષણ કર્યુ હતુ. તેઓ કેટલાક સમયથી ફિલ્મોમાં સક્રિય નહોતા અને મોટાભાગે પરોપકારમાં લાગેલા હતા. તે અવારનવાર કેરળની મુલાકાત લેતા, તેમને અહીં સારુ લાગતુ હતુ. તેમણે ફરીથી લગ્ન કર્યા હતા અને અહીં સ્થાયી થઇ ગયા.’

Shah Jina