પોતાની 10 મહિનાની દીકરીને છોડી દેશ માટે ફરજ બજાવવા નીકળી આ મહિલા, વીડિયોએ લાવી દીધા લાખો લોકોની આંખોમાં આંસુઓ… જુઓ

પરિવારથી પહેલા દેશ ! આ વાતને સાબિત કરતા આ મહિલા ફોઝીએ પોતાની 10 મહિનાની દીકરીને પણ એકલી રાખી, સ્ટેશન પરના વીડિયોએ યુઝર્સને ભાવુક કર્યા.. જુઓ વીડિયો

દેશ ત્યારે જ સુરક્ષિત હોય છે જયારે સીમાઓ પર જવાનો પહેરો ભરે છે. ત્યારે દેશની રક્ષા કરતા હજારો જવાનોએ પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા છે. જીવનું જોખમ હોવા છતાં પણ યુવાનો દેશ સેવામાં જોડાય છે અને સૈન્યમાં ભરતી પણ થતા હોય છે. તો યુવાનોની જેમ સ્ત્રીઓ અને મહિલાઓ પણ આર્મી, નેવી અને એરફોર્સ જેવી સેવાઓમાં જોડાતી હોય છે.

દેશની રક્ષા કરવા માટે પોતાના પરિવારથી પણ તેઓ દૂર રહેતા હોય છે. ત્યારે એક માતાને તેના સંતાનથી દૂર રાખવું એ કેટલું મુશ્કેલ છે તે આપણે બધા જ જાણીએ છીએ. છતાં પણ દેશ સેવા માટે પોતાના બાળકોને પણ એકલા મૂકીને ઘણી મહિલાઓ સરહદ પર ફરજ પણ બજાવતી હોય છે. આવી જ એક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં સૌને ભાવુક કરી રહ્યો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક માતા પોતાની 10 મહિનાની દીકરીને છોડીને ટ્રેનમાં ડ્યુટી પર પરત જઈ રહી છે. બહાર નીકળતી વખતે તે પોતાની જાતને રોકી ન શકી. તે સ્ટેશન પર જ રડવા લાગી. તે તેના પતિને ગળે લગાવીને રડવા લાગી. આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ પણ કોમેન્ટ કરી રહ્યા છે.

આ વાયરલ વીડિયો @subhashbajpai18 નામના યુઝરે શેર કર્યો છે. આ વીડિયોને 1 લાખ 40 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે. સુભાષે આ વીડિયો સાથે કેપ્શન પણ લખ્યું છે. તેણે કેપ્શનમાં લખ્યું છે “જ્યારે દેશની જવાબદારી સામે ઘરની જવાબદારી હારતી હોય છે. કોલ્હાપુરની વર્ષા પાટીલ તેના દસ મહિનાના બાળકને છોડીને તેની ફરજ પર પાછી જાય છે. દરેક દેશવાસીને આવી માતાઓ પર ગર્વ છે.”

Niraj Patel