એકની એક ફૂલ જેવી દીકરીને સગી માતાએ કે પાણીની ટાંકીમાં નાખી દીધી અને પછી જે કર્યું તે જાણીને હૃદય કંપી ઉઠશે…

ગુજરાતમાં આપઘાતના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહેલો જોવા મળી રહ્યો છે. ઘણા લોકો આર્થિક સંકળામણમાં આવીને તો કોઈ પ્રેમ પ્રસંગોના કારણે જીવન ટૂંકાવતા હોય છે. તો ઘણા કિસ્સાઓ લગ્ન જીવનમાં મુસીબતો આવવાના કારણે અને સ્ત્રીઓ માનસિક અત્યાચારોનો ભોગ બનીને પણ જીવન ટૂંકાવી દેવાની ઘટનાઓ પણ અવાર નવાર સામે આવી રહી છે.

ત્યારે હાલ ખબર સંતરામપુરમાંથી સામે આવી છે. જ્યાંના ગંદી ગામે રહેતી એક મહિલાએ પતિના ત્રાસથી કંટાળીને પોતાની એક દીકરીને ઘર આંગણે પાણીની ટાંકીમાં નાખી દીધી અને ઘરના વચલા રૂમમાં પંખા સાથે સાડી વડે ગળે ફાંસો ખાઈને મોતને વહાલું કરી લીધું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર ગામડીના પ્રફુલભાઇ જે એસ.ટી. વિભાગમાં કંડકટર તરીકે ફરજ બજાવે છે તેમની સાથે ગીતાબેનના લગ્ન થયા હતા. લગ્ન બાદ ગીતાબેનને સંતાનમાં બે દીકરીઓ હોવાના કારણે પતિ દ્વારા દીકરો ના હોવાના અવાર નવાર મહેણાં મારી ઝઘડો કરી અને માનસિક તેમજ શારીરિક ત્રાસ પણ આપવામાં આવતો હતો.

પતિ દ્વારા આપવામાં આવતા માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને દીકરીને પાણીની ટાંકીમાં નાખી અને ગીતાબેન આપઘાત કરવા માટે મજબુર બન્યા હતા. તેમના આપઘાત બાદ ગીતાબેનના પરિવાર તરફથી જીતેન્દ્રભાઈ અર્જુનભાઈ બારિયાએ સંતરામપૂર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Niraj Patel