દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમને હવે “નરેન્દ્ર મોદી સ્ટેડિયમ” તરીકે ઓળખવામાં આવશે, સરદાર નામ નથી રહ્યું હવે…જાણો

અમદાવાદની અંદર બનેલા ભવ્ય સ્ટેડિયમનું આજે લોકાપર્ણ કરવામાં આવ્યું. જેમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમવાની છે. મેચ શરૂ થતા પહેલા જ હવે આ સ્ટેડિયમના નામને લઈને સોશિયલ મીડિયા ઉપર ચર્ચાઓ શરૂ થઇ ચુકી છે.

અમદાવાદમાં બનેલા દુનિયાના આ સૌથી મોટા સ્ટેડિયમનું નામ “નરેન્દ્ર મોદી સ્ટેડિયમ” રાખવામાં આવ્યું છે. પહેલા આ સ્ટેડિયમને સરદાર પટેલ (મોટેરા) સ્ટેડિયમના નામે ઓળખવામાં આવતું હતું. પરંતુ આજે બુધવારના દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આ સ્ટેડિયમનું ઔપચારિક ઉદ્દઘાટન કરવામાં આવ્યું જેમાં આ નવા નામનો ખુલાસો થયો. વિશાળ ૨૩૩ એકરનું સ્પોર્ટ્સ એન્ક્લેવ હવે ‘સરદાર પટેલ’ના નામે ઓળખાશે.

આ નામની જાહેરાત થવાની સાથે જ ટ્વીટર ઉપર “નરેન્દ્ર મોદી સ્ટેડિયમ” ટોપ ટ્રેન્ડ થવા લાગ્યું. અહીંયા લોકો હવે અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. બીજીપીના સમર્થકો જ્યારે આ વાત ઉપર ખુશી વ્યક્ત કરી રહ્યા છે કે ક્રિકેટનું સૌથી મોટું સ્ટેડિયમ ભરમાં બન્યું છે ત્યારે આ બાબત ઉપર હવે વિરોધીઓ સવાલ ઉઠાવી રહ્યા છે.

કોંગ્રેસ પાર્ટી ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે તો એમ પણ કહી દીધું કે આ દેશના પહેલા ગૃહમંત્રી સરદાર પટેલનું અપમાન છે.તો બીજા પણ ઘણા લોકોને સ્ટેડિયમના નામ ઉપર હવે આપત્તિ થઇ રહી છે.

તમને જણાવી દઈએ કે મોટેરા સ્ટેડિયમ 23 એકરમાં ફેલાયેલું છે. આ સ્ટેડિયમમાં 1,10,000 દર્શકોના બેસવાની ક્ષમતા છે જે મેલબર્ન મેદનીથી વધારે છે.

Niraj Patel