ખેડૂતે પોતાના ખેતરમાં ઉગાવી દુનિયાની સૌથી મોંઘી શાકભાજી, IAS ઓફિસરે કહ્યું થઇ શકે છે ક્રાંતિ, જાણો શું છે હકીકત ?

શું ખરેખર ખેડૂત દ્વારા ઉગાડવામાં આવ્યું હતું એક લાખ રૂપિયે કિલો વાળું શાક ? જાણો આ ખબરમાં કેટલી હતી સચ્ચાઈ?

આપનો દેશ ખેતી પ્રધાન છે જેમાં અગણિત પાક તથા જોવા મળે છે. ત્યારે હાલ ટેક્નોલોજી અને આધુનિકરણ વચ્ચે ખેતીમાં પણ નવી નવી તકનીક દ્વારા ખેતી કરવાં આવી રહી છે, જેના ઘણા ઉદાહરણો પણ સોશિયલ મીડિયા અને સમાચાર દ્વારા મળે છે.

હાલ બિહારના ઔરંગાબાદ જિલ્લામાં દુનિયાની સૌથી મોંઘી શાકભાજીની ખેતી શરૂ કરી છે. આ શાકનું નામ છે “હોપ શૂટ્સ”. જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત આજથી છ વર્ષ પહેલા લગભગ એક લાખ રૂપિયાની આસપાસ હતી.

ઔરંગાબાદના કરમડી નિવાસી અમરેશ સિંહ  જે વ્યવસાયે એક ખેડૂત છે. તેને ભારીતું સબ્જી અનુસંધાન સંસ્થાન, વારાણસીના કૃષિ વૈજ્ઞાનિક ડૉ. લાલની દેખરેખરમાં ટ્રાયલ ખેતી શરૂ કરી છે.

તમને જણાવી દઈએ કે બે મહિના પહેલા તેને આનો છોડ લગાવ્યો હતો. જે હવે ધીમે ધીમે મોટો થઇ રહ્યો છે. છોડની સાથે સાથે અમરેશની આશાઓ પણ વધી રહી છે અને તેની ઈચ્છાઓ પણ બુલંદ થઇ રહી છે. અમરેશનું માનીએ તો હોપ શૂટ્સનો ઉપયોગ બિયર અને એન્ટિબાયોટિક દાવાઓ બનાવવા માટે થાય છે. સાથે જ ટીબીના ઈલાજ માટે પણ તે કારગર સાબિત થાય છે.

અમરેશના જણાવ્યા અનુસાર તેના ફૂલોનો ઉપયોગ બિયર બનવવાના કામ થાય છે. એક કિલો હોપ શૂટ્સની ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત 1 હજાર યુરો એટલે કે 82,000 રૂપિયા લગભગ બતાવવામાં આવી રહી છે. આ એવું શાક છે જે સામાન્ય રીતે બજારમાં નથી દેખાતું. તેને ઓર્ડર ઉપર ઉગાડવામાં આવે છે. ભારત સરકાર આ દિવસોમાં આ શાક ઉપર વૈજ્ઞાનિક રિસર્ચ કરાવી રહી છે.

આ સંબંધમાં અમરેશે જણાવ્યું હતું કે હિમાચલ પરદેશમાંથી તેને ખેતી વિશે જાણ્યું હતું અને તેને પ્રાયોગિક રીતે અપનાવી રહ્યો છે. તેને આશા છે કે આવી ખેતી ખેડૂતોનું ભાગ્ય ખોલી શકે છે અને જેવી જ ખેડૂતો સુધી આ ખેતીની જાણકારી પહોંચશે તે પારંપરિક ખેતી છોડીને આ ખેતીને અપનાવશે.

અમરેશ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે “જો પ્રધાનમંત્રી મોદી હોપ શોટ્સની ખેતી પ્રમોટ કરે છે, આ વિશે ખેડૂતોને જાગૃત કરે છે તો ખેડૂત 10 ગણો વધારે નફો કમાઈ શકશે. તે પણ ફક્ત થોડા જ વર્ષોમાં.”

અપડેટ્સ 5 એપ્રિલ 11 AM : બિહારમાં, આવી શાકભાજીની ખેતી કરવાનો દાવો કરવામાં આવ્યો હતો, જેની કિંમત કોઈને પણ આશ્ચર્યચકિત કરે. હા, પ્રતિ કિલો 80 હજારથી લઈને એક લાખ રૂપિયામાં વેચાયેલી આ શાકભાજી આજકાલ ઇન્ટરનેટ મીડિયાથી લઈને વિવિધ ન્યૂઝ માધ્યમો સુધી ચર્ચામાં છે. દૈનિક જાગરણની ગ્રાઉન્ડ લેવલ ઈન્વેસ્ટિગેશનમાં એવું શાકભાજી કે વનસ્પતિ મળી ન હતી.
વરિષ્ઠ અધિકારીઓની સૂચના અનુસાર કાર્યવાહી કરવામાં આવશે, વારાણસીમાં બીજ તૈયાર નથી, ગામલોકોએ ખેતી કરવાનો ઇનકાર કર્યો, કૃષિ વિભાગ તપાસ કરશે, આ દાવો ખોટો સાબિત થયો છે.

Niraj Patel