...
   

શું ખરેખર ખેડૂત દ્વારા ઉગાડવામાં આવ્યું હતું એક લાખ રૂપિયે કિલો વાળું શાક ? જાણો આ ખબરમાં કેટલી હતી સચ્ચાઈ

થોડા સમય પહેલા એક ખબર વાયુવેગે ફેલાઈ હતી કે બિહારના ઔરંગાબાદ જિલ્લામાં દુનિયાની સૌથી મોંઘી શાકભાજીની ખેતી શરૂ કરવામાં આવી છે. આ શાકનું નામ છે “હોપ શૂટ્સ”. જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત આજથી છ વર્ષ પહેલા લગભગ એક લાખ રૂપિયાની આસપાસ હતી.

પરંતુ મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું છે કે આવી કોઈ ખેતી ત્યાં થઇ જ નથી. મીડિયાને આવી ના કોઈ જમીન મળી ના કોઈ શાક મળ્યું. સોશિયલ મીડિયામાં એ ખબર વાયુવેગે ફેલાઈ હતી કે ઔરંગાબાદ જિલ્લાના નવીનગર પ્રખંડના કરમડીહ ગામના યુવક અમરેશ સિંહ દ્વારા વિશ્વનું સૌથી મોંઘુ શાક હોપ શૂટ્સની કથિત ખેતી કરવામાં આવી રહી છે.

અમરેશ દ્વારા હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેને ટ્રાયલના રૂપમાં ખેતી શરૂ કરી છે. અને તે પોતે બીમાર પડી જવાના કારણે તેના પાર્ટનર તેની બરાબર દેખરેખ ના રાખી શક્ય. જેના કારણે પાક સુકાઈ ગયો. અને હવે તે ફરીથી ખેતી કરશે.

તે વિભિન્ન સમાચારોના માધ્યમથી એવો દાવો કરી રહ્યો હતો કે ખેતી 60 ટકા જેટલી સફળ રહી હતી. એ વાત સાચી છે કે અમરેશે કાળા ચોખા અને કાળા ઘઉં ઉગાવ્યાં હતા. જેની ખેતી બિહારમાં ઘણી જગ્યાએ કરવામાં આવી રહી છે. પરંતુ હોપ શૂટ્સ ક્યાંય નજર જ ના આવ્યું.

આ ખબરે કૃષિ અધિકારીઓને પણ હેરાનીમાં મૂકી દીધા હતા. કૃષિ અધિકારીઓ જયારે તેને જોવા માટે ગામમાં ગયા તો ત્યાં આવી કોઈ ખેતી જ નહોતી કરવામાં આવી રહી. સ્થાનિક લોકોને પણ આ વાતની કોઈ જાણકારી જ નહોતી.

અમરેશ દ્વારા પણ નાલંદા જિલ્લામાં આવી ખેતીની વાત કરવામાં આવી હતી. પરંતુ જગ્યા વિશે તેને પણ કઈ ના જણાવ્યું. નાલંદા જિલ્લામાં પણ તપાસ કરવામાં આવી પરંતુ આવી કોઈ ખેતી મળી નહીં. ઉદ્યાન નિર્દેશક જેન્ડર કુમારે જણાવ્યું કે અમરેશના દાવાની ઉચ્ચસ્તરીય તપાસ ચાલી રહી છે. જો ફર્જી ખેતીનો મામલો નીકળ્યો તો કાર્યવાહી પણ કરવાં આવશે. જિલ્લા કૃષિ કાર્યાલયના અધિકારી આના ઉપર રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે.

કૃષિ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે જે તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે તે હોપ શૂટ્સની ખેતીની નથી.  ત્યારે મોટાભાગના લોકોના મનમાં એક જ પ્રશ્ન થઇ રહ્યો છે કે એવું તો શું છે આ ખેતીમાં તેની કિંમત આટલી બધી વધારે છે.

તો તમને જણાવી દઈએ કે હોપ શૂટ્સનો ઉપયોગ બિયર અને એન્ટિબાયોટિક દવાઓ બનાવવા માટે થાય છે. સાથે જ ટીબીના ઈલાજ માટે પણ તે કારગર સાબિત થાય છે. યુરોપીય દેશોમાં આ સૌથી વધારે ઉત્પાદિત થાય છે.

Niraj Patel