અઢી લાખની કેરી બાદ બજારમાં આવી ગઈ લાખો રૂપિયાની દ્રાક્ષ, દુનિયાની સૌથી મોંઘી દ્રાક્ષના એક ગુચ્છાની કિંમત છે સાડા સાત લાખ રૂપિયા

આપણે ભારતીયો ખાવાના ખુબ જ શોખીન હોય છે. અને તેમાં પણ વિવિધ ફ્રૂટ્સ ખાવામાં પણ અગ્રેસર. ત્યારે હાલમાં જ વીતેલી કેરીની સીઝનની અંદર લોકોએ કેરીનો ભરપૂર આનંદ માણ્યો. બજારની અંદર એવી એવી કેરી આવી જેના ભાવ સાંભળીને પણ આપણે આંખો ફાડીને જોઈ રહીએ. ત્યારે આજે અમે તમને એક ખુબ જ મોંઘી દ્રાક્ષ વિશે જણાવીશું, જેને ખરીદવી કોઈ સામાન્ય વ્યક્તિની હેસિયત નથી.

આખી દુનિયાની અંદર દ્રાક્ષની હજારો જાતિઓ છે. આપણા દેશની અંદર પણ લોકો દ્રાક્ષ ખાવાની ખુબ જ પસંદ કરે છે. અત્યારે સુધી આપણે મોટાભાગે બે જ રંગની દ્રાક્ષ ખાધી હશે, લીલી અને કાળી દ્રાક્ષ જે તમને મોટાભાગે બજારની અંદર 100થી પણ ઓછા રૂપિયાના ભાવમાં કિલો મળી જશે.

પરંતુ તમે ક્યારેય કલ્પના કરી છે કે એક કિલો દ્રાક્ષ નહિ પરંતુ તેનો એક ગુચ્છો જ લાખો રૂપિયાની કિંમતનો હોઈ શકે છે ? આજે અમે તમને એવી જ દ્રાક્ષ વિશે જણાવીશું જેની કિંમત સાંભળીને જ તમારા હોશ ઉડી જશે.

દ્રાક્ષની આ પ્રજાતિનું નામ છે “રુબી રોમન”, જે લાલ રંગની હોય છે. વર્ષ 1995માં આ દ્રાક્ષની પ્રજાતિને વિકસિત કરવામાં આવી હતી. જાપાનના ઇશિકાવામાં આ દ્રાક્ષની પ્રજાતિને વિકસિત કરવા માટે ખેડૂતોને એગ્રિકલચર રિસર્ચ સેન્ટર દ્વારા અપીલ કરવામાં આવી હતી.

રિસર્ચ સેન્ટર દ્વારા 400 દ્રાક્ષના વેલાઓ ઉપર લગભગ 2 વર્ષ સુધી અખતરા કર્યા. જેમાં 400 દ્રાક્ષના વેલામાંથી માત્ર 4 ઉપર જ લાલ રંગની દ્રાક્ષ આવી. આ 4 પ્રજાતિમાંથી એક પ્રજાતિ એવી હતી જેને ખેડૂતોનું દિલ જીતી લીધું.

રુબી રોમન દ્રાક્ષને “ઈશીકીવાનો ખજાનો પણ કહેવામાં આવે છે. તેની ખેતી દરમિયાન દ્રાક્ષના આકાર, સ્વાદ અને રંગનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. આ ખાસ પ્રકારની પ્રજાતની દ્રાક્ષનું વજન 20 ગ્રામ હોય છે. એક ગુચ્છામાં લગભગ 24 દ્રાક્ષ હોય છે.

વાત કરીએ આ દ્રાક્ષની કિંમતની તો તમને જાણીને આંચકો લાગશે કે આ દ્રાક્ષના એક નાના એવા ગુચ્છાની કિંમત 7.5 લાખ રૂપિયા હોય છે. તેની ઊંચી કિંમત હોવાના કારણે આ દ્રાક્ષને અમીરોના ફળ તરીકે પણ ઓળખવામાં આવે છે.

Niraj Patel