‘પોલીસને ચકમો આપી દેશો, પણ યમદૂતને નહીં’, વાયરલ વીડિયો પર ભડક્યા IPS

ભારત અવનવા જુગાડ કરવામાં પહેલા નંબરે આવે છે. અહીં કોઈ બાઇકના એન્જીનમાંથી ગાડી બનાવી દે છે તો કોઈ ભંગારમાંથી જીપ.એવામાં એક વ્યક્તિએ આવો જ કંઈક જુગાડ કરીને પોતાની સ્ફુટીને છોટા હાથીમાં ફેરવી છે.ટ્રાફિક નિયમોને તોડનારો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.આ વીડિયોમાં એક સ્કૂટી પર પાંચ લોકો સવાર થઈને જઈ રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે સ્કૂટી પર બાળકોની પુરી પલટન જઈ રહી છે અને તેઓ બધા સ્કૂલ ડ્રેસમાં દેખાઈ રહ્યા છે.જ્યારે ટ્રાફિક નિયમોના આધારે ટુ-વ્હીલ પર બે થી વધારે વ્યક્તિની સવારી અને હેલ્મેટ વગરની સવારી ગેરકાયદેસર માનવામાં આવે છે. વિડીયો પર આઇપીએસ અધિકારી દીપાંશુ કાબરાએ પણ પ્રતીક્રિયા આપી છે. આઇપીએસ અધિકારીએ પણ આ સ્કૂટી ચાલકનો વિડીયો શેર ર્ક્યો છે અને લખ્યું કે,”બડા હુઆ તો ક્યાં હુઆ, જેમ કે આ ચાલક મૂર્ખ, સુરક્ષાકી પરવાહ નહીં, લાપરવાહી બની નાસૂર.વડીલો પોતાની મુર્ખામી બાળકોને ન શીખડાવો, તમે પોલીસને અમુક સમય સુધી ચકમો આપી દેશો પણ યમદૂતને નહિ”.

વીડિયોને 15 માર્ચના રોજ શેર કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં હજારો વાર જોવામાં આવી ચુક્યો છે. એક યુઝરે મજાકિયા અંદાજમાં લખ્યું કે,ખુબ મોટો ડ્રાઇવર, પણ બાળકો વિષે તો વિચાર કરવો હતો”. જો કે વીડિયો ક્યાં શહેરનો છે તે સામે આવ્યું નથી.

જુઓ વીડિયો…

Krishna Patel