મોરબીમાં 43 વર્ષ પહેલા પણ મચ્છુ નદીઓ વરસાવ્યો હતો કહેર, શહેરમાં ચારે બાજુ વિખરાયેલી હતી લાશ જ લાશ

43 વર્ષ પછી એ જ કહેર, એવો જ મોતનો તાંડવ : ત્યારે ગુજરાતના મોરબી શહેરમાં થાંભલા પર લટકેલી મળી હતી લાશો

રવિવારના રોજ ગુજરાતના રાજકોટથી 60 કિલોમીટર દૂર સ્થિત મોરબીની મચ્છુ નદી પર બનેલ કેબલ બ્રિજ તૂટી ગયો. એવું કહેવામાં આવી રહ્યુ છે કે આ સમયે પુલ પર 400-500 લોકો હતા. અચાનકથી પુલ તૂટ્યો અને નદીમાં લોકો પડવા લાગ્યા. અકસ્માતમાં 141 જેટલા લોકોના અત્યાર સુધી મોત થયા હોવાની ખબર છે. સેંકડો લોકો આ દુર્ઘટનામાં ઘાયલ થયા છે. આ અકસ્માત બાદ લોકોને મચ્છુ નદી સાથે જોડાયેલ વધુ એક દર્દનાક અકસ્માત યાદ આવી ગયો.

આ અકસ્માત વિશે વિચારીને જ લોકોનું માથુ ચકરાવે ચઢી જાય છે. આજથી લગભગ 43 વર્ષ પહેલા પણ આ નદીને કારણે હજારો લોકોનો જીવ ગયો હતો. પૂરા વિસ્તારમાં તબાહીનો મંજર હતો. ગઇકાલે રવિવારના રોજ થયેલા આ અકસ્માતે ફરી એકવાર તે ભયાનક અને દર્દનાક અકસ્માતની યાદ અપાવી દીધી. આ અકસ્માત પણ મચ્છુ નદીનો ડેમ તૂટવાને કારણે થયો હતો.

11 ઓગસ્ટ 1979ના રોજ ઇદના દિવસે મચ્છુ દીના કારણે પૂરું શહેર શ્મશાનમાં બદલાઇ ગયુ હતુ. શહેરમાં સતત વરસાદ થઇ રહ્યો હતો જેનાથી સ્થાનીય નદીમાં પૂર આવી ગયુ અને ટી અને મચ્છુ ડેમ ઓવરફ્લો થઇ ગયો હતો. આનાથી થોડી જ વારમાં શહેરમાં તબાગી મચી ગઇ હતી. 11 ઓગસ્ટ 1979ના રોજ બપોરે સવા ત્રણ વાગ્યે ડેમ તૂટી ગયો અને 15 મિનિટમાં જ ડેમના પાણીએ પૂરા શહેરને પોતાની ચપેટમાં લઇ લીધુ.

જોતજોતામાં જ મકાનો અને ઇમારતો પડી ગઇ, જેનાથી લોકોને સંભલવાનો મોકો ન મળ્યો. આ અકસ્માતમાં 1439 લોકો અને 12849થી વધારે પશુઓના મોત થયા હતા. શહેરમાં ચારેબાજુ લાશ જ લાશ હતી. જો કે, આ આંકડો તો સરકારી કાગળ અનુસાર છે. એ અકસ્માતના કેટલાક દિવસ બાદ ઇન્દિરા ગાંધીએ મોરબીનો દોરો કર્યો ત્યારે લાશોની દુર્ગંધ એટલી હતી કે તેમને નાક આગળ રૂમાલ રાખવો પડ્યો હતો. માણસો અને પશુઓની લાશો સડી ચૂકી હતી.

રાહત અને બચાવ કાર્ય માટે દેશભરથી સંસ્થાઓ અને લોકો મોરબી પહોંચ્યા હતા. એ સમયે મોરબીનો દોરો કરવાવાળા નેતા અને રાહત-બચાવ કાર્યમાં લાગેલા લોકો પણ બીમારીનો શિકાર થઇ ગયા હતા.લગભગ પાંચેક વર્ષ પહેલા મોરબીમાં ચુંટણી રેલી દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ પાર્ટી પર નિશાનો સાધતા કહ્યુ હતુ કે મચ્છુ બાંધ ત્રાસદી બાદ રાહત કાર્ય દરમિયાન રાહુલ ગાંધીની દાદી ઇન્દિરાબેન મોં પર રૂમાલ રાખી દુર્ગંધ અને ગંદકીથી બચી રહ્યા હતા. જ્યારે સંઘના કાર્યકર્તા કીચડ અને ગંદકીમાં ઘૂસી સેવાભાવથી કામ કરી રહ્યા હતા.

Shah Jina