જાપાનમાં ચાલી રહેલા પેરા ઓલમ્પિકના ખેલાડીઓ અને સહાયકો માટે કથાકાર મોરારીબાપુએ ખોલ્યા ધનના ભંડાર, આપ્યું આટલા લાખનું દાન

જાપાનની અંદર હાલ પેરાઓલમ્પિક ચાલી  રહ્યું છે, જેમાં ભારતના ખેલાડીઓ ખુબ જ શ્રેષ્ઠ પ્રદર્શન પણ કરી રહ્યા છે. ત્યારે તેમના આ પ્રદર્શનને બિરદાવવા અને તેમનો ઉત્સાહ વધારવા માટે કથાકાર મોરારીબાપુ પણ આગળ આવ્યા છે, અને પેરા ઓલ્પિકના ખેલાડીઓ સહીત કોચ અને બીજા સહાયક સ્ટાફને પ્રોત્સાહન રકમ આપવાનો નિર્ણય કર્યો છે.

ભારત તરફથી હાલ પેરા ઓલમ્પિકમાં 54 સ્પર્ધકો અને 50 અન્ય વ્યક્તિઓ જેમાં વિવિધ રમતો માટેના કોચ, મેનેજર અને અન્ય સહાયક વ્યક્તિઓ થઈ કુલ 104 લોકો ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. જેમને પૂ.મોરારિબાપુ દ્વારા રૂ.21 લાખની પ્રોત્સાહક રકમ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

અલગ અલગ સ્પર્ધાની અંદર ભાગ લઈ રહેલા દરેક ખેલાડીને મોરારીબાપુ તરફથી પ્રત્યેકને રૂપિયા 25 હજારનું પ્રોત્સાહન આપવામાં આવશે. જેની કુલ રકમ 13 લાખ 50 હજાર થાય છે. એ જ પ્રમાણે આ સ્પર્ધકોના કોચ, મેનેજર અને અન્ય સહયોગીઓ કે જેની કુલ સંખ્યા 50 જેટલી છે તેમને પ્રત્યેકને રૂપિયા 15 હજારનું પ્રોત્સાહન આપવામાં આવશે જેની કુલ રકમ 7 લાખ 50 હજાર થાય છે.

ખેલાડીઓ અને તેના સહયોગીઓને અપાનારા પ્રોત્સાહનની કુલ રાશી રૂ.21 લાખ થાય છે. ઓલમ્પિક ખેલ સમિતિ પાસેથી તમામ સ્પર્ધકો અને સહયોગીઓના બેન્કની વિગતો મેળવી આ રકમ જે તે વ્યક્તિના બેંક ખાતામાં તબદીલ કરવામાં આવશે.

Niraj Patel