આ બે કપિરાજ મિત્રોએ એવી રીતે ચલાવી સાયકલ કે લોકોને યાદ આવી ગઈ શોલેના જય-વીરુની જોડી, જુઓ જબરદસ્ત વીડિયો

આપણે બધાએ શોલે ફિલ્મ તો ચોક્કસ જોઈ હશે, આ ફિલ્મની અંદર ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચન જય-વીરુની જોડીમાં જોવા મળ્યા હતા અને તેમની મિત્રતાની કહાનીઓ આજે પણ સાંભળવા મળે છે. આજે પણ ઘણા લોકો શ્રેષ્ઠ મિત્રતાને જય વીરુનું નામ આપતા હોય છે, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં બે કપિરાજની મિત્રતા જય વીરુ જેવી જોવા મળી રહી છે.

કેટલાક દિવસોથી લોકો સોશિયલ મીડિયા પર બે કપિરાજની મિત્રતા અને તેમની સાયકલ ચલાવવાની સ્ટાઇલને પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં બે કપિરાજ સાઈકલ પર પોતાનો પ્રેમ દર્શાવતા જોવા મળે છે.  વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે કપિરાજ સાઈકલ પર બેઠા છે. એક કપિરાજ સાયકલ ચલાવી રહ્યો છે અને બીજો પાછળ બેસીને આરામ કરી રહ્યો છે.

કપિરાજ પૂરા મસ્તી સાથે સાયકલ ચલાવી રહ્યો છે. આ સાથે પાછળ બેઠેલો તેનો મિત્ર તે જગ્યાની સફર માણી રહ્યો છે. પાછળ બેઠેલો કપિરાજ પણ સીટને બંને હાથે પકડીને બેઠો છે. બંનેની આ ક્યૂટ જોડી જોવામાં એકદમ અદભૂત લાગે છે. સોશિયલ મીડિયા યુઝર્સને બંનેની મિત્રતા જોઈને શોલેનો જય-વીરુ યાદ આવી ગયો હશે.

ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલો આ વીડિયો અન્ય ઘણા પ્લેટફોર્મ પર પણ હાજર છે. તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયોને ભપુર પ્રેમ મળી રહ્યો છે. ઈન્સ્ટા વીડિયોને હજારો લોકોએ જોયો અને લાઈક કર્યો છે. આ ઉપરાંત લોકો ટિપ્પણી વિભાગમાં ઘણો પ્રેમ બતાવી રહ્યા છે. લોકોને કપિરાજની સાયકલ ચલાવવી ખૂબ જ સુંદર લાગી રહી છે. આ બંને કપિરાજની મિત્રતા જોઈને લોકો શોલેના જય-વીરુને યાદ કરી રહ્યા છે.

Niraj Patel