કપિરાજે કરી જંગલના રાજા સિંહની સવારી ? મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રાએ વીડિયો શેર કરતા જ થઇ ગયો વાયરલ, જોઈને લોકો પણ હેરાન રહી ગયા

વીડિયોમાં કપિરાજ જોવા મળ્યો સિંહની સવારી કરતા, લોકોએ જોઈને કહ્યું, “આને બીક નથી લાગતી કે શું? ” તમે પણ જુઓ

ઇન્ટરનેટ પર કોઈપણ ઘટનાને વાયરલ થતા જરા પણ વાર નથી લાગતી. ઘણા લોકો સોશિયલ મીડિયામાં અઢળક વીડિયો પોસ્ટ કરતા હોય છે જેમાંથી ઘણા વીડિયોને જોઈને આપણે હેરાન પણ રહી જતા હોય છે. ઘણા સેલેબ્સ પણ તેમના સોશિયલ મીડિયામાં કેટલીકવાર ફની વીડિયોને પોસ્ટ કરતા હોય છે જેને પણ લોકો જોવાનું ખુબ જ પસંદ કરે છે.

હાલ એવો જ એક વીડિયો મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રાએ તેના સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, કારણ કે આ વીડિયોમાં એક કપિરાજ જંગલના રાજ સિંહની સવારી કરતો જોવા મળે છે, જેને જોઈને લોકોને પણ અચરજ લાગે છે કે શું આ ખરેખર સાચું છે કે ખોટું?

જંગલના રાજા સિંહથી જંગલના બધા જ પ્રાણીઓ ડરતા હોય છે, સિંહ જયારે શિકાર પર નીકળે છે ત્યારે અન્ય પ્રાણીઓ પોતાનો જીવ બચાવીને ભાગતા પણ જોવા મળે છે, પરંતુ વિવેક બિન્દ્રા દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બે સિંહ આરામથી ચાલી રહ્યા છે અને કપિરાજ તેમના એક સિંહ પર શાનથી બેઠો છે.

જો કે એક રીતે આ વીડિયોને ધ્યાનથી  જોઈએ તો તે એડિટિંગ કરેલો હોય તેમ લાગે છે. પરંતુ વિવેક બિન્દ્રાએ આ વીડિયોને શેર કર્યો છે અને કેપશનમાં લખ્યું છે, “કઈ કરી છૂટવાની ઈચ્છા શક્તિ તમને સિંહની સવારી પણ કરાવી શકે છે.” ઘણા લોકો આ વીડિયો પર હવે પોતાના પ્રતિભાવ પણ આપી રહ્યા છે. અત્યાર સુધી આ વીડિયોને 2 લાખ કરતા પણ વધુ લોકો જોઈ ચુક્યા છે.

Niraj Patel