સોશિયલ મીડિયામાં ઘણા વિડીયો રાતો રાત વાયરલ થઇ જતા હોય છે, ઘણા વીડિયોને જોઈને આપણે પણ વિચારમાં પડી જઈએ તો ઘણા વીડિયોની અંદર ભારતીયોના જુગાડ જોવા મળી જાય છે. આપણે ત્યાં એવું કહેવાય છે કે સ્ત્રી કંઈપણ કરી શકે છે. તેનું જ એક ઉદાહરણ આપતો વીડિયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઇ રહ્યો છે.
આપણે મોટાભાગે જોયું હશે કે વાંદરાઓ આપણા હાથમાંથી પણ ખાવાનું કે કોઈ વસ્તુ લઈને ભાગી જાય છે, ઘરમાં પણ જો વાંદરા આવતા હોય તો તેમનો પણ ત્રાસ થઇ જાય છે, પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા એક વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક મહિલાએ વાંદરાને જ કામે લાગવી દીધો છે.
વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક મહિલા લીલા શાકભાજી સરખા કરી રહી છે અને તેની સામે જ એક વાંદરો પણ તેને શાક સરખું કરવાની અંદર મદદ કરી રહ્યો છે. આ વીડિયો ક્યાંનો છે એ નથી ખબર પરંતુ સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
આ વીડિયોને અમન પ્રીત આઈઆરએસ દ્વારા ટ્વિટર ઉપર શેર કરવામાં આવ્યો છે. સાથે જ તેમને કેપશનમાં લખ્યું છે, “એવું છે કે આપણે કઈ નક્કી કરી લઈએ તો માણસોથી લઈને વાંદરાઓ સુધી બધા જ કામ કરાવી લઈએ.” તમે પણ જુઓ આ વીડિયોને.
ऐसा है के अगर हम कुछ ठान लें तो इंसानों से लेकर बन्दरों तक सबसे काम करवा लेती हैं !! 😃😃।। नारी शक्ति ।। pic.twitter.com/kOuL0ckBql
— Aman Preet IRS (@IrsAman) February 16, 2021