22 વર્ષની મોનિકાને થયો તેની જ બહેનપણીના ભાઈ સાથે પ્રેમ, 7 વર્ષ જુના પતિને છોડીને ચાલી નીકળી પ્રેમી સાથે, ગજબની છે કહાની

Married woman fell in love with her friend’s brother : આજકાલ સોશિયલ મીડિયામાં ઘણા લોકોની પ્રેમ કહાનીઓ સામે આવી રહી છે, અને ઘણી પ્રેમ કહાનીઓ એવી પણ હોય છે જે ચોંકવી દેનારી હોય છે. કારણ કે આજના સમયમાં પરણેલા લોકો પણ એકબીજાને પ્રેમ કરતા હોય છે અને પોતાના પ્રેમીને પામવા માટે પતિ કે પત્નીને રસ્તામાંથી હટાવી દેતા હોય છે કે પછી તેમને છોડીને પોતાના મનગમતા વ્યક્તિ સાથે ચાલ્યા જતા હોય છે, હાલ એક એવી જ ખબર સામે આવી છે. જેમાં એક મહિલાને તેની બહેનપણીના ભાઈ સાથે પ્રેમ થતા જ તે તેની સાથે ભાગી ગઈ.

સાટા પદ્ધતિથી થયા હતા લગ્ન :

આ મામલો સામે આવ્યો છે રાજસ્થાનના ચુરુ માંથી. જ્યાં 22 વર્ષીય મોનીકા તેના પ્રેમી સાથે પોલીસ સ્ટેશન પહોંચી અને પ્રોટેક્શનની માંગ કરી છે. મોનીકાએ જણાવ્યું કે તે પોતાની મરજીથી અને કોના દબાણમાં આવ્યા વિના જ દુધવાખારા ગામના રહેવાસી 22 વર્ષીય કુલદીપ સાથે રહેવા માંગે છે. તેને એમ પણ જણાવ્યું કે તેના પરિવારજનો એ તે જયારે 15 વર્ષની હતી ત્યારે જ તેના ફોઈના દીકરા સાથે સાટા પદ્ધતિ પ્રમાણે તેના લગ્ન તેની મરજી વિરુદ્ધ કરાવી દીધા હતા.

(પ્રતીકાત્મક તસવીર)

સાસરિયા આપતા હતા ત્રાસ :

મોનિકાએ પોલીસને એમ પણ જણાવ્યું કે તેના સાસુ અને દેરાણી તેને દહેજ માટે પ્રતાડિત કરતા હતા અને તેનો પતિ અને દિયર તેની સાથે દારૂ પીને મારઝૂડ પણ કરતા હતા. 5 મહિના પેલા તેના દિયર અને દેરાણીએ તેને કરંટ આપીને મારી નાખવાનો પ્રયત્ન પણ કર્યો હતો. પરંતુ જેવા જ તે શોક આપવા માટે ગયા કે લાઈટ ચાલ્યું ગયું. તે છતાં પણ તે ના અટક્યા અને તેના દિયરે ગરમ ચીમટો લઈને તેને ડામ આપ્યા હતા. આ ઉપરાંત તેને જણાવ્યું કે તેનો પતિ પણ દારૂના નશામાં તેની સાથે મારઝૂડ કરતો હતો.

(પ્રતીકાત્મક તસવીર)

બહેનપણીના ભાઈ સાથે થયો પ્રેમ :

મોનિકા સાસરિયાના ત્રાસથી કંટાળીને પાંચ મહિના પહેલા જ તેના પિયર આવી ગઈ હતી. અહીંયા તેની મુલાકાત તેની બહેનપણીના ભાઈ કુલદીપ સાથે થઇ અને બંને વચ્ચે પછી મોબાઈલ દ્વારા વાત થતી હતી.  4 મહિના પહેલા જ મોનિકાએ તેના પિયરવાળાને કુલદીપ વિશે વાત કરી પરંતુ તે નારાજ થયા અને તેને સાસરિયે મોકલવાનો પ્રયત્ન કરવા લાગ્યા.  તો સાસરિયા પણ કુલદીપને મારવાની ધમકી આપતા હતા, જેના કારણે તેને 21 જુલાઈના રોજ પિયર છોડી અને ફૂલદપિ સાથે તેના ઘરે લિવ ઇનમાં રહેવા લાગી. અને હાલ તેને પોલીસ પ્રોટેક્શનની માંગ કરી છે.

Niraj Patel